Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

નાગરિક ઉડ્ડયન મંત્રીએ લઘુત્તમ અને મહત્તમ ભાડાની મર્યાદા દૂર કરી : હવાઈ સફર મોંઘી બનવાના એંધાણ

તા.૩૧ ઓગસ્ટ પછી દેશમાં આંતરિક પ્રવાસ માટેના ભાડાં નક્કી કરવની વિમાની કંપનીઓને સ્વતંત્રતા આપવની જાહેરાત કરી

નવી દિલ્લી તા.10 : આગામી દિવસોમાં એરલાઈન્સ હવે હવાઈ સફર મોંઘી કરશે તે નક્કી છે કારણે હવે સરકારે તેમને ભાડા વધારાની છૂટ આપી છે. એરલાઇન્સ હવે મુસાફરો પાસેથી કેટલું ભાડું વસૂલવું તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. સરકારે રોગચાળો શરૂ થયો ત્યારે હવાઈ ભાડા પર જે મર્યાદા મૂકી હતી તેને હવે દૂર કરી દીધી છે. 

તા.૧૫ ઓગસ્ટથી તા.૩૧ ડિસેમ્બર ભારતમાં રક્ષાબંધનથી નવા વર્ષ સુધીના તહેવારો અને દિવાળી જેવા વેકેશનનો પણ સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં લોકો હરવા ફરવા જતા હોય છે ત્યારે વધી રહેલા ઇંધણના ભાવ, વધી રહેલી મુસાફરોની સંખ્યા અને લગભગ કોરોના મુક્ત જીવન વચ્ચે કંપનીઓએ વિમાની ટીકીટના ભાડાં નક્કી કરવાની છૂટ કે તેની મર્યાદા વધારવા સરકારને રજૂઆત કરી હતી. સરકારે સ્થિતિનો અભ્યાસ કર્યા પછી આજે નિર્યણની જહેરાત કરી છે.

દેશમાં છેલ્લા ૨૭ મહિનાથી ૪૦ મિનીટથી ઓછા સમયની ફ્લાઈટ માટે સરકારે ઓછામાં ઓછા રૂ.૨૯૦૦ અને વધુમાં વધુ રૂ.૮૮૦૦ના દર નક્કી કર્યા હતા. તા.૨૫ મે ૨૦૨૨થી આ ભાડાં દેશમાં અમલી હતી. નવી દિલ્હી ખાતે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) કે જેનો વપરાશ વિમાનમાં ઇંધણ તરીકે થાય છે તેનો ભાવ રૂ.૧.૨૧ લાખ પ્રતિ કિલો લીટર (એક કિલોલીટર એટલે ૧૦૦૦ લીટર) ચાલી રહ્યો છે જે ગત મહિના કરતા ૧૪ ટકા ઓછો છે.

 

 

(11:11 pm IST)