Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૧૬

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

મૂળભૂત એકલતા

‘‘આપણે આપણી જાતથી ના ભાગી શકીએ કોઇ જ રસ્‍તો નથી. એકલતા એટલી મૂળભૂત છે કે તેનાથી બચવાનો કોઇ રસ્‍તો જ નથી''

જેટલા તમે એકલતાથી બચવાની કોશીષ કરશો તેટલા તમે એકલતા વધારે અનુભવશો જો તમે તેને સ્‍વીકારવાનું શરૂ કરશો. જો તમે તેને પ્રેમ કરવા લાગશો જો તમે તેને માણવા લાગશો તો બધી જ એકલતા અદ્રશ્‍ય થઇ જશે અને એકલતાને સુંદરતા છે.

આપણું સર્જન અલગ જ થયેલું છે આ અલગતા જ આપણી સ્‍વતંત્રતા છે અનેતે પ્રેમની વિરોધમાં નથી ખરેખર તો જે વ્‍યકિત એકલો છે અને જાણે છ.ે કે એકલા કઇ રીતે રહેવું તે જ પ્રેમ કરી શકે છે પ્રેમનો આ જ વિરોધાભાસ છે. જે વ્‍યકિત એકલો છે  તેજ પ્રેમ કરી શકે છે. અનેજે વ્‍યકિત પ્રેમ કરી શકે છે તેજ એકલો રહી શકે છે તેની જો તમે એકલા રહેવા માટે શકતીમાન નથી તો તમે પ્રેમ કરવા માટે પણ શકતીમાન નથી પછી તમારો કહેવાતો પ્રેમ તમારી જાતની અલગ થવાનો એક રસ્‍તો છે તે વાસ્‍તવીક પ્રેમના બની શકે જો તમે તમારી સાથે જ સબંધ ના બનાવી શકો તો બીજા સાથે કઇ રીતે બનાવી શકો તમે તમારી જાતથી દુર થવા માગો છો અને સામેવાળો પણ પોતાની જાતથી દુર થવા માગે છે અને તમે બંને એકબીજા પાસે આશ્રયની અપેક્ષા રાખી રહ્યા  છો તે પરસ્‍પર છેતરપીંડી છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:21 am IST)