Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

‘વી' ને બેસ્‍ટ નેટવર્ક પ્રોવાઇડરનું રેટીંગ

મુંબઇ : છેલ્લા એક વર્ષમાં ‘વી' એ વિવિધ આંતરરાષ્‍ટ્રીય અને ભારતીય થર્ડ પાર્ટી એજન્‍સીઓ દ્વારા બેસ્‍ટ નેટવર્ક પ્રોવાઇડર તરીકે સતત રેટીંગ ધરાવે છે. કંપનીએ નેટવર્કના શ્રેષ્‍ઠ પરફોર્મન્‍સ દ્વારા ગ્રાહકના અનુભવને સુધારવા પર ભાર મુકયો છે. વી હવે ભારતમાં સૌથી ઝડપી  ૪જી નેટવર્ક તરીબે બહાર આવ્‍યુ છે. સૌથી વધુ ઝડપી ડાઉનલોડ અને અપલોડ સ્‍પીડ પ્રદાન કરે છે. ઓપન સિગ્નલના ટેકનિકલ એનાલિસ્‍ટ હાર્દિક ખત્રીના જણાવ્‍યા મુજબ વી એ તમામ સ્‍પીડ એવોર્ડ જીત્‍યા છે. ૧૦ બજારોમાં ડાઉનલોડ સ્‍પીડમાં નંબર ૧ રેન્‍ક અને ૧૪ બજારોમાં અપલોડ સ્‍પીડમાં નંબર ૧ પોઝીશન મેળવેલ છે. ચીફ માર્કેટીંગ ઓફીસર અવનીશ ખોસલાએ  કહ્યુ હતુ કે વી કેટલીક સ્‍વતંત્ર ટેસ્‍ટીંગ એજન્‍સીઓના નેટવર્ક ગુણવત્તાના માપદંડો અને સ્‍પીડ રેટીંગના ચાર્ટમાં સતત ટોચ પર છે. પ જી માળખા પર નિર્મિત છે અને દુનિયામાં પ્રથમ પ્રકારની સ્‍પેકટ્રમ મજબુત કરવાની કવાયત ચાલી રહી છે.

(3:52 pm IST)