Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

નાયબ મુખ્યમંત્રી બનતા તેજસ્વી યાદવનેમળી Z સિક્યુરીટીની સાથે બુલેટ પ્રૂફ કાર

અગાઉ વાય શ્રેણીની સુરક્ષા મળી હતી. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેજસ્વીની સુરક્ષા વધારાઇ

બિહારમાં મહાગઠબંધનની સરકાર બની ગઇ છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ આ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બની ગયા છે. આ સાથે જ તેમની પર વધેલા ખતરાને જોતા ગૃહ વિભાગે તેમની સુરક્ષા વધારી દીધી છે. તેજસ્વી યાદવને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેજસ્વી યાદવને બુલેટ પ્રૂફ ગાડી પણ મળી છે. આ પહેલા તેમણે વાય શ્રેણીની સુરક્ષા મળી હતી.

બિહારમાં મંગળવારે NDA સરકારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામુ આપીને રાજ્યપાલ ફાગૂ ચૌહાણ પાસે આરજેડી, કોંગ્રેસ અને અન્ય સહયોગી દળ સાથે મહાગઠબંધનની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તે બાદ તેમણે બુધવારે મહાગઠબંધનની સરકારમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મહાગઠબંધન સરકારમાં તેમની સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે બાદ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

બિહારમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણ, મુખ્યમંત્રી નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, સુશીલ મોદી અને જીતન રામ માંઝી સહિત કેટલાક અન્ય નેતાઓ પાસે પહેલાથી જ ઝેડ સુરક્ષા મળેલી છે. આ શ્રેણીમાં હવે તેજસ્વી યાદવ પણ સામેલ થઇ ગયા છે.

 

(11:23 pm IST)