Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સ્પાઇસજેટ વિમાનમાં બૉડી બિલ્ડર બૉબી કટારિયાનો ધૂમ્રપાનનો વીડિયો થયો વાયરલ ; તપાસના આદેશ

વીડિયોમાં કટારિયાને સ્પાઇસજેટ વિમાનમાં વચ્ચેની સીટ પર સિગારેટ સળગાવતા બતાવવામાં આવ્યો

નવી દિલ્હી :સ્પાઇસજેટના વિમાનમાં બૉડી બિલ્ડર બૉબી કટારિયાનો ધૂમ્રપાન કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તપાસના આદેશ આપ્યા છે. વીડિયોમાં કટારિયાને સ્પાઇસજેટ વિમાનમાં વચ્ચેની સીટ પર સિગારેટ સળગાવતા બતાવવામાં આવ્યો છે.

કટારિયાના ઇંસ્ટાગ્રામ પર 6.3 લાખ ફૉલોઅર્સ છે. મહત્વપૂર્ણ છે કે મુસાફરોને વિમાનમાં લાઇટર લઇ જવાની પરવાનગી નથી. મુસાફરોને વિમાનમાં ધૂમ્રપાન કરવાની પણ પરવાનગી નથી, જેને લઇને સ્પાઇસજેટ પર ગંભીર સવાલ ઉભા થઇ રહ્યા છે.

ધૂમ્રપાનની ઘટના સ્પાઇસજેટની એસજી 706 ફ્લાઇટમાં બની હતી જે દૂબઇથી દિલ્હી આવતી હતી. જ્યારે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો તો સિંધિયાએ કહ્યુ કે અમે તેની તપાસ કરી રહ્યા છીએ, આ રીતના ખતરનાક વ્યવહાર પ્રત્યે કોઇ સહિષ્ણુતા નહી હોય.

સ્પાઇસજેટે કટારિયા વિરૂદ્ધ શું કાર્યવાહી કરી છે અથવા શું કરી રહી છે,તેની પર કોઇ જવાબ આપ્યો નથી. ડીજીસીએના નિયમ અનુસાર, જો કોઇ મુસાફર કોઇ પણ નિયમનું ઉલ્લંઘન કરે છે તો કોઇ પણ એરલાઇન પાસે આવા મુસાફરને એક નિશ્ચિત સમય માટે પ્રતિબંધ કરવાનો અધિકાર હોય છે

 

(11:34 pm IST)