Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

'લાલ સિંહ ચડ્ડા'ને ન મળ્યો જોઈ તો પ્રતિસાદ ! : રક્ષાબંધનનાં મોર્નિંગ શોઝમાં માત્ર 12 થી 15 ટકા સીટો ભરાઈ

બંને ફિલ્મોની સરખામણી કરવામાં આવે તો આમીરની ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મ કરતા થોડી આગળ : બંને ફિલ્મોની બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત

મુંબઈ તા.12 : સોશિયલ મીડિયા પર ચાલી રહેલા બોયકોટના ટ્રેન્ડ વચ્ચે આમીર ખાનની બહુ ચર્ચિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મ રિલિઝ થઈ ચુકી છે. બોલીવૂડને જે વાતનો ડર હતો તે જ થયું છે અને બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી છે. સવારના શોમાં દર્શકોની ઓછી ભીડ દેખાઈ છે. આમ છતાં બંને ફિલ્મોની સરખામણી કરવામાં આવે તો આમીરની ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મ કરતા થોડી આગળ છે.

લાલ સિંહ ચઢ્ઢા.દેશમાં 3350 અને રક્ષાબંધન 2500 સ્ક્રીન પર રિલિઝ થઈ છે. ગુરૂવારે મોર્નિંગ શોઝમાં લાલ સિંહ ચઢ્ઢા.ની 15 થી 20 ટકા સીટો ભરાઈ હતી અને રક્ષાબંધન માટે આ આંકડે 12 થી 15 ટકાનો રહ્યો હતો.

જોકે ઘણાનું માનવું છે કે, રક્ષાબંધનના તહેવારમાં સવારે લોકો વ્યસ્ત રહેતા હોય છે એટલે સાંજના અને રાતના શોમાં ભીડ વધી શકે છે. આમ છતાં આ બંને ફિલ્મોની સફળતાનો ઘણો આધાર વર્ડ ઓફ માઉથ પર છે. ફિલ્મ નારા લોકો જે અભિપ્રાય આપશે તેના આધારે બીજા લોકો આ બંને ફિલ્મો જોવી કે નહીં તે નકકી કરશે તેવું જાણકારોનું કહેવું છે.

રક્ષાબંધન અને લાલ સિંહ ચઢ્ઢા માટે પ્લસ પોઈન્ટ એ પણ છે કે, દર્શકોને ખેંચી લાવવા માટે લાંબો વીક એન્ડ મળ્યો છે. કારણકે આજે રક્ષાબંધનની રજા બાદ શનિવાર અને રવિવારની રજા અને સોમવારે 15 ઓગસ્ટની રજા છે. આમીરખાનની ફિલ્મને મલ્ટી પ્લેક્સમાં જનારો વર્ગ વધારે પસંદ કરી રહ્યો છે ત્યારે અક્ષય કુમારની રક્ષાબંધન. સિંગલ સ્ક્રીન થીયેટરો પર અને ખાસ કરીને યુપી અને બિહારમાં લોકોને ગમી રહી છે. બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ પિટાઈ ગયા બાદ અક્ષયકુમારને એક હિટની તાતી જરૂર છે.

(12:39 am IST)