Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

બોર્ડર પર રહેવા આવ્યું છે ચીન.. આર્મી ચીફના નિવેદન પર રાહુલ ગાંધીનો વ્યંગ : પૂછ્યું ક્યાં? આપણી જમીન પર

જ્યારે પણ મોદીની ટીકા કરાય છે અને તેમના મિત્રો પર સવાલો કરાય છે ત્યારે ત્યારે તેઓ ઉશ્કેરાઈ જાય છે

નવી દિલ્હી :  કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર આકરો પ્રહાર કરતા જણાવ્યું કે મોદી ખેડૂતો અને ભાજપ કાર્યકરોની હત્યા તથા પેટ્રોલ-ડીઝલના ભાવો પર મૌન છે.

 પ્રધાનમંત્રી મોદી પર ઉગ્ર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે જ્યારે જ્યારે પણ મોદીની ટીકા કરાય છે અને તેમના મિત્રો પર સવાલો કરાય છે ત્યારે ત્યારે તેઓ ઉશ્કેરાઈ જાય છે. 

પૂર્વ લદ્દાખના સંદર્ભમાં આર્મી ચીફ એમ.એમ.નરવાણેની એવી ટીપ્પણી કે ચીન અહીં ટકી રહેવા માટે હતું અંગે પણ રાહુલે સરકારની ટીકા કરી.

ચીની સેનાના જમાવડા સંબંધિત જનરલ નરવણેના નિવેદન સાથે જોડાયેલી એક ખબરને ટેગ કરતા રાહુલે ટ્વિટ કર્યું કે ચીન અહીં ટકી રહેનાર હતું, ક્યાં? આપણી જમીન પર. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું છે કે આર્મી ચીફ જનરલ મનોજ નરવાને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનના મોટા પાયે બાંધકામનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જો ત્યાં રહેવા માટે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) હોય તો ભારતીય સેના પણ ત્યાં રહેવા માટે છે

રાહુલે બીજા ટ્વિટમાં કહ્યું કે પીએમ સાયલન્ટ-વધતી મોંઘવારી, તેલના ભાવ, બેરોજગારી, ખેડૂત અને ભાજપ કાર્યકરોની હત્યા. પીએમ વાયલન્ટ-કેમેરા અને ફોટો ઓફમાં કમી, સાચી ટીકા અને મિત્રો પર સવાલ.  .

(10:28 pm IST)