Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જાે ક્રિકેટરો IPL તેમજ વર્લ્ડકપમાં રમી શકે છે તો હોકી ખેલાડીઓ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં કેમ નહીં ?

કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારત પાસે માત્ર ૧૮ ખેલાડીઓ નથી.

નવી દિલ્હી :  હોકી ઇન્ડિયાએ મંગળવારે આગામી વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાંથી નામ પાછુ ખેંચી લેતા કહ્યું કે, બર્મિંગહામ ગેમ્સ (૨૮ જુલાઈ-૮ ઓગસ્ટ) અને હેંગઝોઉ એશિયન ગેમ્સ (૧૦-૨૫ સપ્ટેમ્બર) વચ્ચે માત્ર ૩૨ દિવસનું અંતર છે.આ અંગે કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારત પાસે માત્ર ૧૮ ખેલાડીઓ નથી. જાે ક્રિકેટરો આઇપીએલ તેમજ વર્લ્‌ડ કપમાં રમી શકે છે તો હોકી ખેલાડીઓ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં કેમ ભાગ લઈ શકતા નથી?

બીજી બાજુ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરિન્દર બત્રાએ શુક્રવારે હોકી ઇન્ડિયાના આગામી વર્ષના કોમનવેલ્થ ગેમ્સમાંથી હટવાના ર્નિણયનું સમર્થન કરતા કહ્યું કે, એશિયાડ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા, મોટા લક્ષ્‍?ય માટે આ એક મુશ્કેલ ર્નિણય હતો. બીજી ટીમ મોકલવી શક્ય નથી.હોકી ઇન્ડિયાનો આ ર્નિણય અનુરાગ ઠાકુરે ગળે નથી ઉતર્યો. એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મને લાગે છે કે કોઈપણ ફેડરેશનને આવા નિવેદનો આપવાનું ટાળવું જાેઈએ અને સરકાર અને વિભાગ સાથે ચર્ચા કરવી જાેઈએ. કારણ કે ફેડરેશનની ટીમ નથી જઈ રહી, દેશની ટીમ જઈ રહી છે. ૧૩૦ કરોડ લોકોમાં માત્ર ૧૮ ખેલાડીઓ જ નથી. જ્યારે વિશ્વભરની ઇવેન્ટ્‌સમાં ભાગ લેવાની વાત આવે ત્યારે તેમાં સામેલ થવુ જાેઈએ

 .તેઓએ રમતગમત વિભાગ સાથે વાત કરવી જાેઇએ. આ અંગેનો ર્નિણય સરકારે લેવો જાેઇએ. અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, જાે આપણે ક્રિકેટની વાત કરીએ, તો તરત જ આઈપીએલ અને વર્લ્‌ડ કપ રમી શકાય છે, તો પછી અન્યત્ર એશિયન ગેમ્સ અને કોમનવેલ્થમાં કેમ નહીં?અનુરાગે ફેડરેશન પર વધુ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભારતની ટીમ ક્યાં રમશે તે માત્ર ફેડરેશન સુધી મર્યાદિત નથી, તે ભારત સરકારે નક્કી કરવાનું

(12:00 am IST)