Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૩૯

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

કામમાં રત
‘‘કામ બરાબર છે પરંતુ તેનુ વ્‍યસન ના થવું જોઇએ મોટા ભાગના લોકોએ કામને નશામાં પરીવર્તીત કરી દીધું છે. જેથી તેઓ  તેની અંદર પોતાની જાતને ભૂલી જાય, અવી જ રીતે જેમ દારૂડીયો દારૂના નશામાં પોતાની જાતને ભૂલી જાય''
વ્‍યકિતમાં જેટલી કામ કરવાની આવડત છે તેટલી જ કામ ન કરવાની પણ આવડત હોવી જોઇએ- પછી જ તે આઝાદ છે વ્‍યકિત શાંતીથી કઇપણ કર્યા વગર બેસી રહેવાને શકતીમાન  હોવો જોઇએ એટલા જ સુંદરતાથી સહજ રીતે જેટલો તે ખૂબજ મહેનત કરવા માટે શકતીમાન છે. હવે તે પરીવર્તન ક્ષમ છે.
બે પ્રકારના લોકો છે. અમુક લોકો તેઓની સુસ્‍તી સાથે વળગેલા છે અને બીજા છેડે અમુક લોકો પોતાના કામ સાથે-વળગેલા છે બંને બંધનમાં છે વ્‍યકિત એક અવસ્‍થામાંથી બીજી અવસ્‍થામાં સહજતાથી જઇ શકવો જોઇએ તો જ તમારી અંદર એક આઝાદી એક સ્‍વયંભૂતા પ્રગટ થશે.
 હુ કામની વિરોધમાં નથી. હુ કોઇ પણ વસ્‍તુની વીરોધમાં નથી પરંતુ કઇપણ વ્‍યસન ના બનવુ જોઇએ નહીંતર તમેએક મુંઝાયેલી સ્‍થીતીમાં પહોંચી જશો જો વ્‍યવસાય એક કામ હોય અને જો તમે તમારી જાતને તેમા છુપાવી દેશો તો તેએક- પૂનરાવર્તીત ઘટના એક યાંત્રીક ઘટના બની જશે કામ એક-વળગાડ બની જશે એક રાક્ષસ તમારો કબજો લઇ લેશે.
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧


 

(9:55 am IST)