Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કાંચીપુરમ, ચેન્નઈ અને વેલ્લોરમાં આવકવેરાના દરોડા:૧૦૦ કરોડનું કાળું નાણું ઝડપાયું

આવકવેરા વિભાગે કાંચીપુરમમાં એક ચિટ ફંડ અને ફાઇનાન્સિંગ ગ્રુપ અને અન્ય ગ્રુપ સિલ્ક સાડીઓ અને અન્ય કપડા રિટેલરો પર દરોડા પાડ્યા હતા, જેમાં ૧૦૦ કરોડની બિનહિસાબી આવક શોધી કાઢવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૪૪ લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ અને ૯.૫ કિલો દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. વિભાગે આજે અહીં જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ૫ ઓક્ટોબરના રોજ કાંચીપુરમ, ચેન્નઈ અને વેલ્લોર સ્થિત ૩૪ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 

(10:01 am IST)