Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

એકસ્‍પો-૨૦૨૦ દુબઇ ખાતે ઇન્‍ડીયા પેવેલિયનમાં જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવીની સરપ્રાઈઝ એન્‍ટ્રી : લોકોની માંગણીથી ‘લાડકી' ગીત રજૂ કરીને સંસ્‍કૃતિની ઝાંખી કરાવી

૧૪ ઓક્‍ટોબર ગુજરાતના વિવિધ પરફોર્મન્‍સ પ્રસ્‍તુત : દુબઈની વિખ્‍યાત કંપની ડિવાઇન એન્‍ટરમેન્‍ટના વ્‍યાપ્‍તિ જોશી હસ્‍તે કિર્તીદાન ગઢવી, અભિલાષ ઘોડા અને મિલન કોઠારીનું સ્‍મૃતિચિન્‍હ આપી સન્‍માન

રાજકોટ,તા. ૧૧: દુબઈ ખાતે યોજાયેલા એક્‍સ્‍પો-૨૦૨૦ દુબઇ ખાતે ઇન્‍ડીયા પેવેલિયનમાં પ્રથમ ૧૪ દિવસ ગુજરાતને ફાળવવામાં આવેલા છે.જે અંતર્ગત ગુજરાતના વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ ઇન્‍ડીયા પેવેલિયન ના સ્‍ટેજ પર ગુજરાતના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત કલાકાર શ્રી કિર્તીદાન ગઢવીએ સરપ્રાઈઝ એન્‍ટ્રી કરીને ઉપસ્‍થિત અનેક લોકોના દિલ જીતી લીધા હતા.
તેમાં પણ તેમના અતિ પ્રખ્‍યાત રાસ ‘ગોરી રાધાને કાળો કાન' તેમણે રજુ કરીને નવરાત્રીના પહેલા દિવસે ઉપસ્‍થિત લોકોને ગરબા રમવા મજબુર કરી દીધા હતા
લોકોની ખાસ માંગણી થી ‘લાડકી' ગીત પ્રસ્‍તુત કરી નાની નાની દિકરીઓને સ્‍ટેજ પર બોલાવી આપણી સંસ્‍કૃતિ ની ઝાંખી કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્‍ડીયા પેવેલિયન ખાતે ગુજરાતના વિવિધ પરફોર્મન્‍સ તારીખ ૧૪ ઓક્‍ટોબર સુધી દરરોજ સાંજે પ્રસ્‍તુત થશે.
આયોજકો દ્વારા કિર્તીદાન ગઢવી સહિત અમદાવાદના શ્રી અભિલાષ ઘોડા અને મિલન કોઠારીનું મુખ્‍ય સ્‍ટેજ પરથી સ્‍મૃતિ ચિન્‍હ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
ડિવાઇન એન્‍ટરમેન્‍ટના વ્‍યાપ્તિ જોશીના હસ્‍તે સ્‍મૃતિચિન્‍હ અપાયું હતું
આ દુબઇ ખાતે યોજાયેલા એક્‍સ્‍પો ૨૦૨૦ ખાતે ઇન્‍ડિયા પેવેલિયનમાં ગુજરાતી સંસ્‍કૃતિની ઝાંખી કરાવવા બદલ પૂર્ણેશ મોદી,અરવિંદ રૈયાણી,નીરવ મુન્‍શી,ખ્‍યાતિ નાયક,કિર્તીદાન ગઢવી અને ગુજરાત ટુરિઝમના હર્ષ સંદ્યવી સહિતનાનોᅠ સહયોગ સાંપડ્‍યો હતો.

 

(10:23 am IST)