Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાજ્‍ય સરકારના ૩ ગઠબંધન દળોનું લખીમપુર ખીરીની ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોના સમર્થનમાં બંધનું આહવાન

યુપીની ઘટનાના પડઘા મહારાષ્‍ટ્રમાં

મુંબઈ,તા.૧૧: મહારાષ્ટ્ર સરકારના ૩ ગઠબંધન દળો કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાની ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોના સમર્થનમાં સોમવારે રાજયવ્‍યાપી બંધનું આહ્વાન કર્યુ છે.ᅠ ત્રણેય પાર્ટી સંયુક્‍ત ઘરના પ્રદર્શન કરશે. આ દ્યટનામાં ૮ લોકોના મોત થયા છે. જેમાંથી ૪ ખેડૂત હતા. મામલામાં કેન્‍દ્રીય ગૃહ રાજય મંત્રીના દીકરાની ધરપકડ થઈ ચૂકી છે.
મહારાષ્ટ્ર બંધ દરમિયાન મુંબઈᅠ પોલીસે અયોગ્‍ય ઘટનાથી બચવા માટે સોમવારે રસ્‍તાઓ પર કર્મીઓની તૈનાતી વધારી છે. પોલીસ અફસરોનું કહેવું છે કે રાજય રિઝર્વ પોલીસ દળની ૩ કંપનીઓ, હોમગાર્ડના ૫૦૦ જવાન અને સ્‍થાનીય સશષા એકમોના ૪૦૦ જવાનો પહેલાથી નવરાત્રિ દરમિયાન સુરક્ષા માટે વધારાની જનશક્‍તિના રુપમાં તૈનાત કરવામાં આવ્‍યા છે. પરંતુ બંધને ધ્‍યાનમાં રાખીને મુંબઈ પોલીસ કોઈ પણ સ્‍થિતિને પહોંચી વળવા માટે વધારે જનશક્‍તિનો ઉપયોગ કરશે. સોમવારે રસ્‍તા પર પોલીસકર્મીઓની સંખ્‍યા વધારી છે.
છત્રપતિ શિવાજી માર્કેટ યાર્ડ ટ્રેડર્સ અસોસિએશને પણ આ બંધના સમર્થન કર્યુ છે. તેમનું કહેવું છે કે સોમવારે ફળ શાકભાજી, ડુંગળી, બટારાના બજાર સંપૂર્ણ રીતે બંધ રહેશે. વ્‍યાપારી સંગઠનને તમામ વ્‍યાપારીઓને સોમવારે પોતાની દુકાન બંધ રાખવાની અપીલ કરી છે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે પોતાની ઉપજથી સોમવારે શહેરોમાં ન જાય. જો કે આ દરમિયાન જરુરી સેવાઓ ચાલુ રહેશે. ખેડૂત સભામાં આ બંધને સમર્થન આપ્‍યું છે. સંગઠને કહ્યું છે કે ૨૧ જિલ્લામાં આ કાર્યકર્તા સમાન વિચાર વાળા સંગઠનોની સાથે બંધનો સફળ બનાવવા માટે સમન્‍વય સ્‍થાપિત કરી રહ્યા છે.
ત્‍યારે ભાજપે આ મહારાષ્ટ્ર બંધનો વિરોધ કર્યો છે. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે કહ્યું કે સત્તારુઢ દળ આ મામલામાં રાજકારણ કર રહ્યા છે. ભાજપના ધારાસભ્‍યા નિતેશ રાણેએ પણ રાજય સરકારને ચેતવણી આપી છે કે તે દુકાનો જબરજસ્‍તી બંધ ન કરાવે. જો એમ કર્યું તો તેમને ભાજપ કાર્યકર્તાનો સામનો કરવો પડશે.ᅠ તેમણે કહ્યું કે પોલીસ એ સુનિશ્ચિત કરે કે કોઈ પણ દબાણ ન કરવામાં આવે.
ત્‍યારે એનસીપીના પ્રવક્‍તા નવાબ મલિકે રવિવારે જણાવ્‍યું હતુ કે અડધી રાતથી પ્રદેશ વ્‍યાપી બંધની શરુઆત થશે. તેમણે કહ્યું હતુ કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કાર્યકર્તા નાગરિકોને મળી રહ્યા છે અને તેમને બંધમાં સામેલ થવા તથા ખેડૂતોની સાથે એકજૂથતા દર્શાવવાનો આગ્રહ કરી રહ્યા છે.ᅠ રાકાંપા નેતા કહ્યું કે એમવીએની માંગ છે કે કેન્‍દ્રીય ગૃહ રાજય મંત્રી અજય મિશ્રાને સસ્‍પેન્‍ડ કરવામાં આવે.
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમની પાર્ટીએ કાર્યકર્તા અને નેતા રાજયભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે મૌન વ્રત કરશે. શિવસેનાના રાજયસભા સદસ્‍ય સંજય રાઉતે શનિવારે કહ્યું હતુ કે તેમની પાર્ટી સંપૂર્ણ શક્‍તિ સાથે બંધમાં સામેલ થશે.

 

(10:24 am IST)