Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

બંધારણના વિકાસમાં લેફટીસ્ટ વકીલોએ આપેલા યોગદાનની નોંધ લેવાઈ નથી : આપણે કોઈની વિચારધારા સાથે સંમત ન હોય તેથી તેના યોગદાનની નોંધ ન લઈએ તે વ્યાજબી નથી : ઓરિસ્સા હાઇકોર્ટ ચિફ જસ્ટિસ ડો.એસ.મુરલીધર

ન્યુદિલ્હી : વિશ્વનાથ પસાયતની 109 મી જન્મ જયંતિએ  વિશ્વનાથ પસાયત મેમોરિયલ કમિટીના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં ઉદબોધન કરતા ઓરિસ્સા હાઇકોર્ટ ચિફ જસ્ટિસ ડો.એસ.મુરલીધરે જણાવ્યું હતું કે  બંધારણના વિકાસમાં લેફટીસ્ટ વકીલોએ આપેલા યોગદાનની નોંધ લેવાઈ નથી .આપણે કોઈની વિચારધારા સાથે સંમત ન હોય તેથી તેના યોગદાનની નોંધ ન લઈએ તે વ્યાજબી નથી .આ બાબતે સંશોધન કરવા તેમણે કાયદાના નિષ્ણાતોને અપીલ કરી હતી.

ચિફ જસ્ટિસ ડો.એસ.મુરલીધરે ઉમેર્યું હતું કે લોકશાહીમાં તમામ પ્રકારની વિચારધારા આવકાર્ય હોવી જોઈએ.આ માટે તેમણે સ્વ.અરુણ જેટલી તથા સ્વ.વિશ્વનાથ પસાયતના ઉદાહરણો આપ્યા હતા.જેઓ બંને જુદી જુદી વિચારધારા ધરાવતા હોવા છતાં બંધારણના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.સ્વ.અરુણ જેટલી બીજેપી સાથે જોડાયેલા હતા. જયારે સ્વ.પસાયત કોમ્યુનિટી વિચારધારા ધરાવતા હતા.

બંધારણના વિકાસમાં યોગદાન આપતી તમામ વિચારધારાઓને આવકારવી જોઈએ.આ તકે તેમણે બંધારણના ઘડતરમાં 1944 ની સાલમાં મહત્વનું યોગદાન આપનાર લેફટીસ્ટ એમ.એન.રોયને પણ યાદ કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:07 am IST)