Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ક્રિપ્ટોકરન્સી ક્રેઝઃ ૧૬ ટકા શહેરી લોકોનું રોકાણ

કોઇનસ્વીચ કુબેર, વજીરએકસ જેવા ક્રિષ્ટો એક્ષચેન્જ ઉપર યુઝર્સની સંખ્યા સૌથી મોટી ઓનલાઇન ટ્રેડીંગ ઝેરોધાથી પણ વધુઃ ભારતીય શહેરોના ૮૩ ટકા નાગરીકો ક્રિપ્ટોકરન્સીથી માહિતગાર : ૦૩૦ સુધીમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું બજાર ૨૪૧ બીલીયન ડોલર એટલે કે ૧૮ લાખ કરોડ રૂપીયાથી વધી જશેઃ ૮ લાખથી વધુ રોજગાર પેદા થશેઃ યુવાનોને ક્રિપ્ટોકરન્સી માઇનીંગથી લઇને ડીજીટલ કરન્સી ડેવલોપર્સનું કામ મળશે

નવી દિલ્હી, તા., ૧૧: ક્રિપ્ટોકરન્સી હવે સોનુ, સ્ટોકસ અને મ્યુચ્યુઅલ ફંડની જેમ રોકાણનું નવુ સાધન બન્યું છે. ગ્લોબલ કન્સ્લટીંગ ફર્મ કંટારના એક સર્વેમાં દેશના રપ મોટા શહેરી ક્ષેત્રોમાં ૮૩ ટકા લોકો ક્રિપ્ટોકરન્સીથી વાકેફ છે અને ૧૬ ટકા લોકોએ તેમાં રોકાણ કર્યુ છે. ર૦ ટકા રોકાણકારો દિલ્હી, મુંબઇ, કોલકતા અને બેંગ્લોરમાં છે. ૭પ ટકા ભારતીયોએ બીટકોઇનમાં જયારે ૪પ ટકાએ ડોઝકોઇનમાં રોકાણ કર્યુ છે. ર૩૦ જેટલા સ્ટાર્ટઅપ ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રમાં ઓપરેટ કરી રહયા છે. દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા ૧.પ કરોડે પહોંચી છે.

ઓનલાઇન ટ્રેડીંગ પ્લેટફોર્મ ઝેરોધા ઉપર ૭૦ લાખ, અપરસ્ટોકસ ઉપર પ૦ લાખ, કોઇનસ્વીચ કુબેર ઉપર ૧.૧૦ કરોડ, વઝીરએકસ ઉપર ૮પ લાખ અને કોઇનડીસીએકસ ઉપર ૪પ લાખ યુઝર્સ છે.  ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ યુવાવર્ગમાં વધ્યો છે. ર૦ર૧ની શરૂઆતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓની સંખ્યા દોઢ કરોડથી વધી ગઇ છે.

નેસ્કોમના રિપોર્ટ મુજબ ર૦૩૦ સુધીમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું બજાર ૨૪૧ બીલીયન ડોલર એટલે કે ૧૮ લાખ કરોડ રૂપીયાથી વધી જશે. સાથોસાથ દેશમાં ક્રિપ્ટોસ્પેસમાં ૮ લાખથી વધુ નોકરીઓ પેદા થશે. યુવાનોને ક્રિપ્ટોકરન્સી માઇનીંગથી લઇને ડીજીટલ કરન્સી ડેવલોપર્સનું કામ કરવાનો મોકો મળશે.

(12:58 pm IST)