Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અમિતાબ બચ્ચને પાન મસાલા કંપની સાથેનો કોન્ટ્રાકટ રદ કર્યો : પૈસા પાછા આપી દીધા : નેશનલ એન્ટી ટોબેકો ઓર્ગેનાઈઝેશન તથા ચાહકોની વિનંતી ધ્યાનમાં લીધી : યુવા પેઢીને તમાકુના દુષણથી દૂર રાખવાનો હેતુ

મુંબઈ : અમિતાબ બચ્ચને પાન મસાલા કંપની કમલા પસંદ સાથેનો કોન્ટ્રાકટ રદ કરી દીધો છે. તથા કોન્ટ્રાકટ પેટે લીધેલી રકમ પરત આપી દીધી છે.

નેશનલ એન્ટી ટોબેકો ઓર્ગેનાઈઝેશન તથા ચાહકોની વિનંતી ધ્યાનમાં લઇ અમિતાભે આ નિર્ણય લીધો છે. જેનો હેતુ યુવા પેઢીને તમાકુના દુષણથી દૂર રાખવાનો છે.

પોલિયો કમપેન માટે સરકારના એમ્બેસેડર તરીકે સેવા આપતા ' બિગ બી ' ને નેશનલ એન્ટી ટોબેકો ઓર્ગેનાઈઝેશન દ્વારા લખવામાં આવેલ પત્રમાં જણાવાયું હતું કે સરકારના પ્રતિનિધિ તરીકે પોલિયો દૂર કરવાના અભિયાનમાં આપ સેવા આપો છો અને બીજી બાજુ દેશની યુવા પેઢી તમાકુના દુષણમાં ઢસડાય તેવું જાહેરાતમાં જોડાવ છો તે આપની પ્રતિષ્ઠા માટે હાનિકારક છે.ઉપરાંત તેમના ચાહકો પણ પાન મસાલાની તેમની જાહેરાતથી નારાજ હતા.આ બાબતોને ધ્યાને લઇ તેમણે ઉપરોક્ત નિર્ણય લીધો હોવાનું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:54 pm IST)