Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

બીગ બીએ 'કમલા પસંદ' સાથે છેડો ફાડયોઃ પુરી ફી પણ પરત કરી

આ નિર્ણય નવી પેઢીને પાન મસાલા ખાવાની પ્રેરણા ન મળે તે માટે કર્યોઃ અમિતાભ બચ્ચન

મુંબઈ, તા. ૧૧ :. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. બીગ બી હાલમાં પાન મસાલાની જાહેરાતને લઈને સોશ્યલ મિડીયામાં ખૂબ જ ટ્રોલ થયા છે, ત્યારે હવે અમિતાભે આ જાહેરાતમાંથી પોતાને અલગ કર્યા છે અને મળેલ પુરી ફી પણ પરત કરી દીધી છે.

અમિતાભે આ અંગે જણાવેલ કે હું આવું એટલા માટે કરી રહ્યો છું જેથી નવી પેઢીને પાન મસાલાના સેવન કરવાની પ્રેરણા

ન મળે. 'કમલા પસંદ' પાન મસાલાની જાહેરાત ઉપર લોકોનું એવુ માનવુ હતુ કે બીગ બી દેશની સીનીયર મોસ્ટ પર્સનાલીટી હોવાથી તેમણે આ પ્રકારની એડ ન કરવી જોઈએ. ઉપરાંત નેશનલ એન્ટી-ટોબેકો ઓર્ગેનાઈઝેશને પણ બચ્ચનને આ એડમાંથી પોતાનું નામ પાછુ લેવા વિનંતી કરવામાં આવેલ.

(3:01 pm IST)