Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સીઝનનો પહેલો બરફ વરસાદ

જોજીલા ઘાટ અને સાધના ટોપ ઉપર હિમપાતથી કાશ્મીરની મોસમ ખીલી ઉઠી

જમ્મુ, તા., ૧૧: કાશ્મીરમાં મોસમની પહેલી બરફ વર્ષાથી મોસમ ખુશ્નુમા બની ગયું છે. તાજો બરફ વરસાદ જોજીલા પાસ અને સાધના ટોપ ઉપર થયો છે. પર્યટકોમાં ભારે ઉત્સાહ છે. બીજી બાજુ જમ્મુ જીલ્લામાં રવીવારે મોડી રાત્રે મોસમે મિજાજ બદલ્યો હતો. પવનની સાથે આંધી ફુંકાઇ હતી અને ગળગળાટ સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. હવાની રફતારથી વિજળી ગુલ થઇ હતી જે કલાકો સુધી ઠપ્પ રહી હતી. ઉલ્લેખનીય છે કે મોસમ વિભાગે ખરાબ મોસમની આગાહી પહેલેથી કરી હતી.

(3:12 pm IST)