Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રામ મંદિર નિર્માણના પાયાના બીજા તબક્કાનું કામ આ મહિને પૂરૂ થશે

નવેમ્બરથી ૧૬ ફુટ ઉંચી પ્લીંથનું કામ શરૂ થશે

અયોધ્યા : રામ મંદિર નિર્માણ માટે રાફટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ૫ ખંડનું કામ પુરૂ થઇ ચુકયુ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય નું કહેવુ છે કે ફાઉન્ડેશન નિર્માણ ત્રણ તબક્કે થશે.

પહેલા તબક્કામાં પાયા તૈયાર થયા છે. બીજા ચરણમાં પાયા ઉપર ૧.૫૦ મીટર ઊંચા રાફટ ઢાળવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જે આ માસાંતે પૂર્ણ થશે રાફટમાં દરરોજ ૨૮૭ ધનમીટર કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગર્ભગૃહના ક્ષેત્રના નવનિર્મિત રાફટની ઉપર બરફની પરત નાખીને તેના ઉપર થર્મોકોલની સીટ મુકવામાં આવી છે. પછી તેની ઉપર તિરપાલ પાથરવામાં આવેલા. સૂર્યના સીધા કીરણોથી રાફટને રક્ષણ આપવા આવુ કરવામાં આવેલ. ઉપરાંત નવેમ્બરથી ૧૬ ફુટ ઊંચા પ્લીંથનું નિમાર્ણ શરૂ કરાશે. જેમાં ૪ મહિના કામ ચાલવાનો અંદાજે છે.

(3:13 pm IST)