Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સેક્સી હુમલાનો ભોગ બનેલા બાળકને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મદ્રાસ હાઇકોર્ટનો હુકમ : સગીર બાળક સાથે સતત એક સપ્તાહ સુધી બળજબરીથી સેક્સ માણ્યું હતું : ટ્રાયલ કોર્ટે ફરમાવેલા 1 લાખ રૂપિયાના વળતરમાં હાઇકોર્ટે વધારો કર્યો

ચેન્નાઇ : સતત એક સપ્તાહ સુધી સગીર બાળક સાથે બળજબરીથી સેક્સ માણનાર આરોપીને મદ્રાસ હાઇકોર્ટે ફટકાર આપ્યો હતો.તથા 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે ફરમાવેલા 1 લાખ રૂપિયાના વળતરમાં હાઇકોર્ટે વધારો કર્યો હતો.તથા જણાવ્યું હતું કે મદ્રાસ સ્ટેટ પોક્સો એક્ટ હેઠળ પીડિત બાળકને ઓછામાં ઓછું 5 લાખ વળતર ચૂકવવાની જોગવાઈ છે.

2016 ની સાલમાં બનેલી ઘટના મુજબ બાળક સ્કૂલેથી છૂટીને બસ સ્ટોપ ઉપર ઉતર્યો ત્યારે તેને ઘેર મૂકી જવાની લાલચ આપી આરોપીએ પોતાના વાહનમાં બેસાડ્યો હતો.તથા એક જગ્યાએ લઇ જઈ તેની સાથે ફરજીયાત સેક્સ માણ્યું હતું. આ સિલસિલો સતત એક સપ્તાહ સુધી ચાલ્યો હતો.બાળકે પ્રતિકાર કરતા તેને માર માર્યો હતો.જેના નિશાન હજુ પણ તેના પગ ઉપર છે.આથી ટ્રાયલ કોર્ટે ફરમાવેલી 1 લાખના વળતરની શિક્ષા હાઇકોર્ટે વધારીને 5 લાખ કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:33 pm IST)