Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પતિએ ક્રુરતાની પરાકાષ્ટા વટાવી : પત્નીને કોબ્રા સાપ કરડાવી મોતને ઘાટ ઉતારી : 10 હજાર રૂપિયામાં ઝેરી સાપ વેચાતો લઇ અક્ષમ પત્નીની નબળાઈનો લાભ લીધો : પતિ તથા મદારીની ધરપકડ : પતિએ ગુનો કબૂલ કર્યો : 13 ઓક્ટોબરના રોજ કેરળ કોર્ટ સજા ફરમાવશે


કેરળ : કેરળમાં પતિની ક્રુરતાની પરાકાષ્ટા ઓળંગતો બનાવ સામે આવ્યો છે. જે મુજબ પતિએ પોતાની અક્ષમ પત્નીને અતિશય ઝેરી ગણાતો કોબ્રા સાપ કરડાવી મોતને ઘાટ ઉતારી દીધી છે.આ અગાઉ પણ તેને પોતાની પત્નીને ઝેરી સાપ કરડાવવાની કોશિશ કરી હતી પરંતુ તે કામિયાબ નીવડી નહોતી.

પતિએ એક મદારી પાસેથી 10 હજાર રૂપિયામાં ઝેરી સાપ વેચાતો લઇ અક્ષમ પત્નીને કરડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.પતિ તથા મદારી બંનેની ધરપકડ થઇ છે.પતિએ ગુનો કબૂલ કરી લીધો છે. 13 ઓક્ટોબરના રોજ કેરળ કોર્ટ સજા ફરમાવશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:25 pm IST)