Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ચોથા વર્ગના કર્મચારીને મહિને 450 રૂપિયાનું વળતર ચુકાવવું તે કલમ 23 નો ભંગ છે : મિનિમમ વેજ એક્ટ મુજબ વળતર ચૂકવવા યુ.પી.સરકારને અલ્હાબાદ હાઇકોર્ટનો હુકમ

અલ્હાબાદ : 2001 ની સાલથી ચોથા વર્ગના કર્મચારીને મહિને 450 રૂપિયાનું વળતર ચૂકવી રહેલી ઉત્તર પ્રદેશ સરકારને  અલ્હાબાદ હાઇકોર્ટએ મિનિમમ વેજ એક્ટ મુજબ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.જેમાં જણાવ્યું છે કે ચોથા વર્ગના કર્મચારીને મહિને 450 રૂપિયાનું વળતર ચુકાવવું તે કલમ 23 નો ભંગ છે.
જસ્ટિસ પંકજ ભાટિયાની બેન્ચે જણાવ્યું હતું કે  ઉત્તર પ્રદેશ સરકાર ચોથા વર્ગના કર્મચારીને કઈ રીતે છેલ્લા 20 વર્ષથી માસિક 450 રૂપિયાનું વળતર ચૂકવી રહી હતી તે બાબત સમજાતી નથી.

તુફૈલ અહમદ અન્સારી નામક અરજદારે અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજ ગુજારી  હતી કે તે 2001 ની સાલથી પ્રયાગરાજ આઇ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવે છે. અને તેને નોકરીની શરૂઆતથી દર મહિને 450 રૂપિયાનું વળતર ચુકવવામાં આવે છે.

નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ટાંકી કર્મચારીને મિનિમમ વેજ એક્ટ મુજબ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.
 

(6:55 pm IST)