Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરના પ્રાંગણમાં બૉલીવુડ ગીત પર ડાન્સ કરનાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ : સાડી પહેરી બૉલીવુડ ગીત પર ડાન્સ કર્યો હતો તથા વિડિઓ ઇન્સ્ટાગ્રામ ઉપર વિડિઓ વાઇરલ કર્યો હતો

ઉજ્જૈન : મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરના પ્રાંગણમાં બૉલીવુડ ગીત પર ડાન્સ કરનાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેણે સાડી પહેરી બૉલીવુડ ગીત પર ડાન્સ કર્યો હતો તથા વિડિઓ ઇન્સ્ટાગ્રામ ઉપર વિડિઓ વાઇરલ કર્યો હતો .
ડાન્સ કરનાર આ 28 વર્ષીય મહિલા ઇંદોરની રહેવાસી છે.તેનું નામ મનીષા રોશન છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, મંદિરના મુખ્ય પૂજારી મહેશ પૂજારીએ વિડીયોને વાંધાજનક ગણાવ્યો હતો અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી હતી. મંદિરના પૂજારી અને કેટલાક અન્ય લોકોએ વીડિયો સામે વાંધો ઉઠાવ્યા બાદ મહિલાએ વિડીયો હટાવી દીધો અને પોતાની ક્રિયાઓ માટે માફી માંગી. દરમિયાન, ઉજ્જૈનમાં રહેતા રાકેશ પરમારે રવિવારે મહાકાલ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે

(8:38 pm IST)