Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સુરક્ષાદળોએ અનંતનાગમાં એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો: એક જવાન ઘાયલ

શોપિયાંમાં બે ઓપરેશન : તુલરાનમાં 3-4 આતંકવાદીઓને ઘેરી લેવાયા બાદ ખેરીપોરામાં બીજું ઓપરેશન : ત્યારબાદ 24 કલાકમાં આ ત્રીજુ એન્કાઉન્ટર .

શ્રીનગર :  જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ વખતે આ એન્કાઉન્ટર ઈમામ સાહિબ વિસ્તારના તુલરાનમાં થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવી રહ્યા છે. માહિતી અનુસાર, સુરક્ષા દળોને આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી, સર્ચ ઓપરેશન ચલાવીને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા.

જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું પણ કહ્યું. જ્યારે તે સહમત ન થયા ત્યારે બંને તરફથી એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. ન્યૂઝ એજન્સીએ એક વીડિયો પણ બહાર પાડ્યો છે જેમાં પોલીસ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે અપીલ કરતી જોવા મળી રહી છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, સોમવારે સાંજે શોપિયાંમાં બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ તુલરાનમાં શરૂ થયું જ્યાં 3-4 આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ, ખેરીપોરામાં બીજું ઓપરેશન શરૂ થયું. 24 કલાકમાં આ ત્રીજુ એન્કાઉન્ટર છે.

(9:17 pm IST)