Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ એક રીતે ફ્રી વેક્સિનની ભરપાઈ : કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીનું મોટું નિવેદન

મંત્રીએ કહ્યું -- ઈંધણના ભાવ વધારે નથી તેમાં ટેક્સ સામેલ છે. લોકોએ મફત વેક્સિન તો લીધી છે, પૈસા ક્યાંથી આવશે? તમે પૈસા ચુકવ્યા નથી, પૈસાને આ રીતે એકત્ર કરાઈ રહ્યાં છે.

આસામની મુલાકાતે ગયેલા કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું કે ઈંધણના ભાવ વધારે નથી તેમાં ટેક્સ સામેલ છે. લોકોએ મફત વેક્સિન તો લીધી છે, પૈસા ક્યાંથી આવશે? તમે પૈસા ચુકવ્યા નથી, પૈસાને આ રીતે એકત્ર કરાઈ રહ્યાં છે.

  દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, ભોપાલ, બેંગલુરુ, પટના, ચંદીગઢ, લખનઉ, નોઇડામાં 100 રૂપિયામાં 1 લિટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે. મુંબઈ અને ભોપાલમાં ‎‎ડીઝલની‎‎ કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. સોમવારે કેરળ અને કર્ણાટકના અનેક ભાગોમાં ડીઝલના ભાવ ₹100 પ્રતિ લિટરને પાર કરી ગયા છે. દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી રામેશ્વર તેલી‎‎નું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ઇંધણની ઊંચી કિંમતો મફત રસી માટે વળતર આપવાનો એક માર્ગ છે‎

(10:19 pm IST)