Gujarati News

Gujarati News

News of Sunday, 10th December 2023

અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું: 8 વિકેટે વિજય : અઝાન આવાશની સદી, ઝીશાને 4 વિકેટ ઝડપી

કેપ્ટન સાદ બેગ અને શાહઝેબ ખાને અર્ધસદી ફટકારી

મુંબઈ : અંડર-19 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ટીમને 8 વિકેટે હાર આપી હતી. દુબઈમાં રવિવારે પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટે 259 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 47 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાન તરફથી અઝાન અવશે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન સાદ બેગ અને શાહઝેબ ખાને અર્ધસદી ફટકારી હતી. તેના પહેલા મોહમ્મદ જીશાને માત્ર 46 રનમાં 4 વિકેટ લીધી હતી.

 

(12:05 am IST)