Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સાવધાન : વહેલો મોડો ઓમિક્રોન દરેકને ઝપટમાં લેશે : ભારતના ટોચના મહામારી નિષ્ણાંતનો ચિંતાજનક દાવો

ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર જયપ્રકાશ મુલિયિલે કહ્યું-ઓમિક્રોનનો સાચો આંકડો તો હજુ બહાર આવ્યો નથી. તે હાલના આંકડા કરતા 90 ગણો વધારે હોઈ શકે

નવી દિલ્હી :  ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર જયપ્રકાશ મુલિયિલે ઓમિક્રોનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓમિક્રોનને તો અટકાવી નહીં શકાય વહેલા કે મોડો આ વાયરસ દરેક વ્યક્તિમાં આવશે.તેમણે એવો દાવો કર્યો કે ઓમિક્રોનનો સાચો આંકડો તો હજુ બહાર આવ્યો  નથી. તે હાલના આંકડા કરતા 90 ગણો વધારે હોઈ શકે.

  ડો્કટર જયપ્રકાશે જણાવ્યું કે કોવિડ હવે ભયજનક રોગ રહ્યો નથી. ઓમિક્રોન હળવો છે અને તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરુર નથી. આ એવી બીમારી છે જેને આપણે પહોંચી વળીએ છીએ. ઓમિક્રોન ડેલ્ટા કરતા પણ હળવો છે. પરંતુ વ્યવહારુ રીતે વાત કરીએ તો ઓમિક્રોનને અટકાવી નહીં શકાય કારણ કે તેની સંક્રમકતા ઘણી છે. આપણે ઓમિક્રોનથી સંક્રમિત થયા હોઈએ તો પણ ઘણા કિસ્સામા તેની ખબર પડતી નથી.

દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર ઘાતક બની છે અને હવે લોકડાઉન જેવા કડક પગલાંની જરુર છે તેવું લાગી રહ્યું છે ત્યારે હવે પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે એવું જણાવ્યું કે લોકડાઉનની અસર તો પડે છે પરંતુ હાલની સ્થિતિની સમજવી જરુરી છે. સૂત્ર મોડલથી કોરોનાની પીકનું અનુમાન કરનાર પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરનું પીક મુંબઈ અને દિલ્હીમાં જાન્યુઆરીની મધ્યમાં આવી શકે છે. દેશભરમાં આગામી મહિનાની શરુરઆતમાં પીક આવી શકે છે.

(12:00 am IST)