Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

દિલ્હીમાં ફરીવાર કોરોના બ્લાસ્ટ:સંસદમાં એક દિવસમાં 119થી વધુ લોકો સંક્રમિત

દિલ્હીમાં પોઝિટીવિટી રેટ દર 25 ટકા પર પહોંચી ગયો

 

નવી દિલ્હી :  સંસદ ભવનમાં કામ કરતા કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓના કોવિડ ટેસ્ટ બાદ 119 થી વધુ લોકો સંક્રમિત જોવા મળ્યા છે.દિલ્હીમાં કોરોના પોઝિટીવીટી રેટ વધવાની સાથે હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે, કેજરીવાલ સરકારે દિલ્હીની તમામ ખાનગી ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હીમાં પોઝિટીવિટી રેટ દર 25 ટકા પર પહોંચી ગયો હતો.આ પહેલા 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરતા કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 400 થી વધુ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર હાલમાં 1912 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 443 ICUમાં, 503 ઓક્સિજન સપોર્ટ પર અને 65 વેન્ટિલેટર પર છે. આના એક દિવસ પહેલા 1,618 કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે દિલ્હીમાં કોરોનાના 19,166 નવા કેસ નોંધાયા અને 17 લોકોના મોત પણ થયા. આ સાથે દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 65 હજારને વટાવી ગઈ છે. દિલ્હીમાં ટેસ્ટિંગ પર દર 4માંથી 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે.

(12:22 am IST)