Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કોન્સ્ટેબલની સંપત્ત્િ। જોઈને અધિકારીઓ ચોંકયા : આલિશાન ઘર, છત પર સ્વીમિંગ પૂલ

ભ્રષ્ટાચારની કમાણીથી કરોડો રૂપિયાની સંપત્ત્િ। બનાવનારા અબજપતિ કોન્સ્ટેબલનો ખુલાસો થયો : લાંચની કમાણીથી ટ્રાન્સપોર્ટ, ગેસ એજન્સી, સાઈબર કેફે, જેવા બિઝનેસ ઊભા કર્યા

ભુવનેશ્વર,તા.૧૨:  ઓડિશામાં ભ્રષ્ટાચારની કમાણીથી કરોડો  રૂપિયાની સંપત્ત્િ। બનાવનારા અબજપતિ કોન્સ્ટેબલનો ખુલાસો થયો છે. કોન્સ્ટેબલે લાંચની કમાણીથી ટ્રાન્સપોર્ટ, ગેસ એજન્સી, સાઈબર કેફે, જેવા બિઝનેસ ઊભા કર્યા હતા.

ઓડિશા ટીવીના રિપોર્ટ મુજબ મયૂરભંજ જિલ્લાના બારીપાડા શહેર પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ નિહાર રંજન દંડપત વિશે વિજિલન્સ વિભાગને ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી. પ્રાથમિક તપાસમાં આ ફરિયાદ સાચી જોવા મળી. ત્યારબાદ ૭ ટીમો બનાવીને તેના અલગ અલગ ૭ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા. આ ટીમોમાં ૯ ડીએસપી, ૫ ઈન્સ્પેકટર, ૫ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર અને અનેક સિપાઈ સામેલ હતા.

કોન્સ્ટેબલે શહેરમાં જ શાનદાર ૩ માળનું મકાન બનાવ્યું છે. માર્બલ-ટાઈલથી સંપૂર્ણ રીતે ફર્નિશ આ મકાનના ટોપ ફ્લોર પર જબરદસ્ત સ્વીમિંગ પૂલ પણ બનાવ્યો છે. જયારે વિજિલન્સની ટીમ દરોડા  પાડવા માટે તેના ઘરે પહોંચી તો તે તક મળતા ભાગી ગયો. વિજિલન્સના અધિકારી કોન્સ્ટેબલના મકાનની સજાવટ જોઈને દંગ રહી ગયા હતા.

તપાસ ટીમના દરોડામાં મયૂરભંજ જિલ્લામાં કોન્સ્ટેબલના ૨ પ્લોટ, ૨ દ્વિચક્કી વાહન, કોમ્પ્યુટર સંલગ્ન સામાન, ૧૩ લાખ રૂપિયા અને ઝવેરાત મળી આવ્યા. રેડ દરમિયાન જાણવા મળ્યું કે  કોન્સ્ટેબલ એક ગેસ એજન્સી પણ ચલાવી રહ્યો હતો. આ એજન્સી તેની પત્ની પિંકી દંડપતના નામે છે. ટીમે એજન્સીમાં રહેલા ખાલી અને ભરેલા સિલિન્ડરો સહિત ત્યાં ઊભેલા વાહનો પણ જપ્ત કરી લીધા.

રિપોર્ટ મુજબ વિજિલન્સ ટીમને તપાસમાં કોન્સ્ટેબલ નિહાર રંજન દંડપતના ટ્રાન્સપોર્ટ બિઝનેસ અંગે પણ જાણવા મળ્યું. આ બિઝનેસમાં તેના ૩ ટ્રક, ૧૦ ટ્રોલી, ૨ કાર અને ૪  બાઈક સામેલ હતા. તમામને વિજિલન્સ ટીમે પોતાના કબજામાં લીધા. ટીમને શહેરમાં તેના સાઈબર કાફે અંગે પણ જાણવા મળ્યું. જેના વિશે માહિતી ભેગી કરાઈ રહી છે.

(10:06 am IST)