Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

યુ.પી.માં ડીજીટલ નિષ્ણાંતોની અછત

એક જ કંપની સંભાળી રહી છે કેટલાય પક્ષોનો ડીજીટલ પ્રચાર

લખનૌ, તા. ૧ર :  યુપીની ચૂંટણી માટે એકાએક ડીજીટલ એકસપર્ટની ડીમાંડ વધી ગઇ છે. ચૂંટણી રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ પછી દરેક પક્ષને ડીજીટલ ચૂંટણી પ્રચાર માટે એકસપર્ટની જરૂર છે. ફેસબુક, યુટયુબ, વ્હોટસએપ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર ચૂંટણી, પ્રચાર માટે સોશ્યલ મીડીયા એકસપર્ટની એટલી અછત ઉભી થઇ છે કે એક જ રૂમમાં બેસીને એક કંપનીના કર્મચારીઓ એક નહીં ચાર-ચાર રાજકીય પક્ષોનો ચૂૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આવું પહેલીવાર છે કે પક્ષીય પ્રતિબધ્ધતાઓ પણ તૂટી રહી છે. સપા, બસપા, કોંગ્રેસ હોય કે પછી ભાજપા, કેટલીક વાર આ પક્ષોની સામગ્રી પણ આપસમાં શેર થઇ રહી છે.

જો કે ભાજપા યુપીમાં અત્યાર સુધીમાં ૩૯૯ રેલી અને સભાઓ કરી ચુકી છે. રપ૦ વિધાનસભા મત વિસ્તારોનો પ્રવાસ તેના મોટા નેતાઓ કરી ચુકયા છે. બે મહિનામાં ઓછામાં ઓછા ૧ર જીલ્લાઓમાં વડાપ્રધાન મોદીની સભાઓ થઇ ચુકી છે.

૧૯ ડીસેમ્બરથી શરૂ થયેલ જન વિશ્વાસ રેલીઓ અને રોડ શો દ્વારા ભાજપાએ ૩૯૯ થી વધારે રેલીઓ અને નુકકડ સભાઓ કરી લીધી છે. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અત્યાર સુધીમાં રપ૦ રેલીઓને સંબોધિત કરી ચુકયા છે. (૯.ર)

યુપીમાં અચાનક વધી ડીજીટલ એકસપર્ટસની માંગ

રાજયમાં અચાનક ડીજીટલ એકસપોર્ટસની માંગ વધી ગઇ છે અત્યારે રાજયમાં ર૦૦૦ થી વધારે ડીજીટલ એકસપર્ટસની જરૂર છે. ચૂૂંટણી પંચે ભલે ૧પ જાન્યુઆરી સુધી રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ મુકયો હોય પણ રાજકીય પક્ષો હવે સંપૂર્ણપણે ડીજીટલ પ્રચારના મુડમાં આવી ગયા છે.

 ૪૦૩ વિધાનસભા બેઠકો પર ચાર મુખ્ય પક્ષના ઉમેદવારો જ પોતપોતાના ડીજીટલ એકસપર્ટસ નથી મળી રહ્યા સ્થિતિ એવી છે કે એક જ કંપની જે પશ્ચિમ યુપીમાં સપાનું કામ કરી રહી છે તે જ કંપની પૂર્વાંચલમાં ભાજપા તરફથી ડીજીટલ લડાઇ લડી રહી છે.

(12:07 pm IST)