Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેકઃ એલન મસ્કના નામે કરાયું ટ્વિટ

થોડાં સમય બાદ એકાઉન્ટ રિસ્ટોર કરી દેવાયુઃ ટ્વિટ્સ પણ ડીલીટ કરાયા

નવી દિલ્હી,તા.૧૨: સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટને આજે બુધવારે સવારે હેક કરી લેવામાં આવ્યું હતું. હેકર્સે ટ્વિટર એકાઉન્ટનું નામ એલન મસ્ક કરીને પ્રોફાઈલ ફોટો પર માછલીની તસ્વીર લગાવી દીધી હતી. આ સાથે જ છેલ્લાં થોડાંક સમયમાં ઘણી બધી ટ્વિટ પણ કરવામાં આવી હતી. જોકે થોડાં સમય બાદ તે એકાઉન્ટને રિસ્ટોર કરી દેવામાં આવ્યું હતું અને તે ટ્વિટ્સ પણ દૂર કરી દેવામાં આવી હતી.આ એ જ હેકર્સનું કારસ્તાન જણાઈ રહ્યું છે જેમણે થોડાં દિવસો પહેલા વડાપ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કર્યું હતું. કારણ કે, આના પર પણ બિલકુલ એવું જ કન્ટેન્ટ જોવા મળ્યું હતું જે એ સમયે જોવા મળ્યું હતું. અગાઉ ICWA, IMA વગેરેનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયું હતું.સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે પાસવર્ડ સાથે સમજૂતી થઈ છે અથવા તો હેકિંગ સાથે સંકળાયેલી કોઈ લિંક પર કિલક થઈ છે. આવું તે એકાઉન્ટને હેન્ડલ કરનારી કોઈ વ્યકિત દ્વારા કરવામાં આવ્યું હોય તેમ બની શકે. બાદમાં CERT એટલે કે, ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એકાઉન્ટને રિસ્ટોર કર્યું. આઈટી મંત્રાલયના એકાઉન્ટ પરથી એકાઉન્ટ ઠીક કરવાની જાણકારી આપવામાં આવી છે.

(2:34 pm IST)