Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કોવિડને ધીમો પાડી રહ્યો છે ઓમીક્રોન

નબળો પડી રહ્યો છે કોરોના ?

નેધરલેન્ડ તા. ૧૨ : વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિએન્ટનો પ્રસાર કોવિડ મહામારીને એક એનડેમિક બિમારી તરફ લઇ જવામાં આવ્યું છે. ઇયુના ડ્રગ નિયામકે કહ્યંુ કે, ઓમિક્રોન સ્ટ્રેનનો પ્રસાર કોરોનાને એક એવી એનડેમિક બીમારી તરફ ધકેલી રહ્યું છે. જેની સાથે માનવતા રહી શકે છે. જો કે તે હાલમાં એક મહામારી બનેલી છે.

યુરોપીયન મેડિસિન એજન્સીએ એ વસ્તીને વેકસીનનો ચોથી રસી વિશે શંકા વ્યકત કરીને કહ્યું કે, વારંવાર બુસ્ટર આપવો એક ટકાઉ રણનીતિ નથી.

યુરોપીયન મેડિસિન એજન્સીના વેકસીન સ્ટ્રેટજીના પ્રમુખ માર્કો કેવલેરીએ કહ્યું, કોઇ નથી જાણતું કે કોવિડ રૂપી આ સુરંગના અંતિમ તબક્કો કયારે હશે પરંતુ ત્યાં પહોંચવામાં થોડો સમય લાગશે.

જો કે તેઓએ કહેલું કે, આપણે એ ભૂલવું જોઇએ નહિ કે આપણે હજુ પણ મહામારી વચ્ચે છીએ. ઓમિક્રોનના કેસમાં તેજીથી સ્વાસ્થ્ય વ્યવસ્થા પર બોજ ખૂબ જ વધી રહ્યો છે. ઇએમએ આ કેવેલરીએ કહ્યું જો અમારી પાસે એક એવી રણનીતિ છે. જેમાં અમે દર ચાર મહિનામાં બુસ્ટર ડોઝ આપીએ છીએ. તો અમે ઇમ્યુન રીસ્પોન્સની સાથે થનારી સંભવિત સમસ્યાને સમાપ્ત કરીશું. તેઓએ કહ્યું અને બીજી વાત છે કે બુસ્ટર ડોઝ વારંવાર આપવાથી લોકોને થાક જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેઓએ કહ્યું કે, દેશોના લાંબા અંતરાલ પર બુસ્ટર ડોઝ લગાવવા વિશે વિચારવાનું શરૂ કરવું જોઇએ.

(2:35 pm IST)