Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સાયના પર આપતિજનક ટીપ્પણી કરતાં ચાહકો ભડકયા, બાદ સિધ્ધાર્ર્થે જાહેરમાં માફી માંગી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ભારે વિરોધ થતાં નમતુ જોખી લીધુ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થે સાયના નહેવાલ પર કરેલી એક ટ્વીટ બાદ માફી માગી છે. સાયનાની એક ટ્વીટને રી-ટ્વીટ કરી સિદ્ધાર્થે અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ તેનો વિરોધ વધતા આખરે નમતુ જોખી જાહેરમાં સાયનાની માફી માગી છે.

શું છે સમગ્ર વિવાદ

સાઇના નેહવાલે તાજેતરમાં વડાપ્રધાનની સુરક્ષામાં ખામીને લઈને એક ટ્વિટ કર્યું હતું. જેમાં  તેણે અરાજકતાવાદીઓ દ્વારા પીએમ મોદી પરના કાયરતા પૂર્ણ હુમલાને વખોડી કાઢ્યો હતો. સાયના નહેવાલની આ ટ્વીટ પર તામિલા એકટર અને બોલીવુડની સુપરહીટ ફિલ્મ રંગ દે બસંતીથી હિન્દી સિનેમામાં જાણીતા બનેલા સિદ્ધાર્થે એક ટ્વીટ કરી લખ્યું હતું કે 'દુનિયાના એન્ડ ચેમ્પિયન, ભગવાનનો આભાર અમારી પાસે ભારતના ડિફેન્ડર્સ છે.' તેની કમેન્ટને કારણે અભિનેતાને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો.

 સિદ્ધાર્થની આ ટ્વીટ પર સોશિયલ મીડિયામાં ટ્રોલ આર્મીએ ઝાટકણી કાઢી નાખી હતી. એક યુઝરે લખ્યું કે, 'આ પ્રકારની ભાષા કોઈના માટે પણ, અને ખાસ કરીને જે લોકો જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે તેમના માટે શાંખી લેવામાં ન આવે. બીજા એક યુઝરે સિદ્ધાર્થની ધપકડ કરવાની માગ કરી. તો કેટલાક લોકોએ સિદ્ધાર્થને યાદ આપાવ્યું કે, સાયનાએ ૨૦૧૨ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ, ૨૦૧૫ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને ૨૦૧૭માં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.

 ભારે વિવાદ સર્જાયા બાદ સિદ્ધાર્થે સોશિયલ મીડિયા ઉપર એક લાંબી પોસ્ટ મુકી હતી. જેમા તેણે સ્પષ્ટા કરી કે,'ડિયર સાયના, તારી એક ટ્વીટને લઇ મે કરેલી ઠઠ્ઠા મશ્કરી માટે માફી માગું છું. હું તારી ઘણી વાતને લઇ અસહમત હોઇ શકું છું, પરંતુ તારી ટ્વીટને લઇ મને નિરાશા સાંપડી અને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં અને નિરાશામાં મે જે શબ્દો અને ઉચ્ચારોનો પ્રયોગ કર્યો તેને યોગ્ય ઠેરાવી શકાય નહીં. હું હંમેશા ફેમિનિઝમ (નારીવાદ)નો સમર્થક રહ્યું છું. એક મહિલા તરીકે તારા પર તંજ કસવાનો મારો કોઇ ઇરાદો નહતો. હું આશા રાખું છું કે તમે મારા આ પત્રનો સ્વીકાર કરીશો. તમે મારી ચેમ્પિયન રહેશો.

(3:23 pm IST)