Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

પ્રજાસત્તાક પર્વ પહેલા પાકિસ્તાને ડ્રોન-ડ્રોન રમવાનું શરૂ કરી દીધુ

૨ જગ્યાએ ડ્રોન જોવા મળતા સર્ચ ઓપરેશન

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૧૨ :. પ્રજાસત્તાક પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાકિસ્તાને ફરી એક વખત ડ્રોન-ડ્રોન રમવાનુ શરૂ કરી દીધુ છે અને બે દિવસમાં ૨ જગ્યાએ ડ્રોન જોવા મળ્યા છે. જેને પકડવાનુ અભિયાન હાથ ધરાયુ હતુ પરંતુ કોઈ વસ્તુ હાથમાં લાગી ન હતી. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હોવાની અફવાઓ બાદ શોધખોળ શરૂ કરાઈ છે.
પ્રજાસત્તાક પર્વ અંતર્ગત સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દેવાઈ છે. સર્ચ ઓપરેશનના નેતૃત્વ અધિકારી એસઓજી વિંગ ડીએસપી ગારૂરામે જણાવ્યુ કે, પ્રજાસત્તાક પર્વમાં કોઈ પણ આતંકી પ્રવૃતિ આગળ ન વધે તે માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.


 

(4:06 pm IST)