Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સુનિલ શેટ્ટીની ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી કરશે: નેટફ્લિક્સની વેબ સિરીઝમાં અંડરવર્લ્ડ ડોનનો રોલ ભજવશે: વાતચીત ચાલું

નેટફ્લિકસની આ અત્યાર સુધીની સૌથી મોટી વેબ સિરીઝ હશે: ફિલ્મની સ્ટોરી 1960થી 80ના દાયકાના મુંબઇના અંડરવર્લ્ડ ડોન પર આધારિત

મુંબઈ :કોરોનાકાળમાં બોલિવુડમાં ફિલ્મ નિર્માતાઓ અને ડાયરેક્ટર માટે ઓટીટી પ્લેટફોર્મ આશીર્વાદરૂપ બન્યું છે. 2020માં દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા ત્યારે બિગ સ્ક્રીન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે એકાએક ઓટીટી પ્લેટફોર્મમાં જાણે પુર આવ્યું હોય તેમ એક પછી એક મોટી ફિલ્મ અને દિગ્ગજ કલાકારોની એન્ટ્રી થવા લાગી છે. તેમાં એક નવું નામ સુનીલ શેટ્ટીનું સામેલ થવા જઇ રહ્યું છે.

વિતેલા દાયકાના ટોચના અભિનેતા સુનીલ શેટ્ટી પણ હવે ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા તૈયાર થઇ રહ્યાં છે. સુનીલ શેટ્ટી ટૂંક સમયમાં નેટફ્લિક્સની વેબ સિરીઝમાં લીડ રોલમાં જોવા મળશે. આ વેબ સિરીઝ મુંબઇના એક મોટા ડોન પર આધારીત છે. હાલ પ્રોડ્યુસરની સુનિલ સાથે વાતચીત ચાલી રહી છે. એક અહેવાલ અનુસાર સુનિલ શેટ્ટી પણ આ પ્રોજેક્ટને લઇ ઉત્સાહિત છે.

 

સુષ્મિતા સેન અને રવીના ટંડનએ ઓટીટી પ્લેફોર્મ પર ધૂમ મચાવી દર્શકોના દીલ જીત્યા છે. હવે બોલીવુડ હેન્ડસમ હંક સુનીલ શેટ્ટી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ઓટીટી પ્લેટફોર્મ પર એક મોટી વેબ સિરીઝ આવી રહી છે જેમાં સુનિલ શેટ્ટીને રોલ ઓફર કરવામાં આવ્યો છે. જોકે, હાલ પ્રોજેક્ટ પર વાતચીત ચાલી રહી છે.

 

નેટફ્લિકસની આ અત્યાર સુધીની સૌથી મોટી વેબ સિરીઝ હશે. ફિલ્મની સ્ટોરી 1960થી 80ના દયકમાં મુંબઇના અંડરવર્લ્ડ ડોન વરદરાજન મુદલિયાર ઉર્ફે વર્ધાભાની સ્ટોરી પર છે. વર્ધા ભાઇએ હાજી મસ્તાન અને કરીમ લાલા સાથે મળી મુંબઇ પર રાજ કર્યું હતું. વરદરાજનને મુંબઇમાં તામિલોના મસીહા મનાવમાં આવતા હતા. મુંબઇના અંડરવર્ડ ડોનને નજીકથી જાણતા લોકોનું માનવું છે કે હાજી મસ્તાનની તાકાત વધારવામાં સૌથી મોટો રોલો વર્ધાભાનો હતો. જોકે, હજુ સુધી સત્તાવાર કોઇ જાહેરાત થઇ નથી.

 

સુનીલ શેટ્ટીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાં તેને ત્રણ દાયકા થઇ ગયા છે. સુનેલી બોલીવુડની સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 31 વર્ષની ઉંમરમાં 1992માં આવેલી ફિલ્મ બલવાનમાંથી સુનીલ શેટ્ટીએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે, સુનીલ શેટ્ટી ફક્ત ફિલ્મોમાં જ નહીં પરંતુ બીજા ઘણા બિઝનેસમાં રોકાણ કર્યું છે જ્યાંથી તે દર વર્ષે કરોડોની કમાણી કરી રહ્યો છે.

 

જોકે, ઓટીટી પ્લેટફોર્મનો સૌથી મોટો ફાયદો નવા કાલાકારો અને વિતેલા જમાનાના અભિનેતા અને અભિનેત્રીઓને પણ થયો છે. એક જમાનામાં સિનિય૨ અભિનેત્રીને મા કે ભાભીના રોલની ઓફર થતી હતી તે હવે ફરી લીડ રોલમાં જોવા મળી રહી છે. કાજોલ, ૨વિના ટંડન, સુસ્મિતા સેન, પૂજા ભટ્ટ, માધુરી દીક્ષિત, જુહી ચાવલા ફરી પાછી લીડ રોલમાં જોવા મળી રહી છે. જોકે, આ વાત એકલી અભિનેત્રીઓ પુરતી જ નહીં પરંતુ અભિનેતાઓ માટે પણ વરદાન સાબિત થઇ રહી છે.

(7:25 pm IST)