Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

દિલ્હીના ૧૭૦૦ પોલીસો કોરોનાની ઝપેટમાં આવ્યા

કોરોનાનો વોરિયર્સ પર પણ હુમલો : હેડક્વાર્ટરમાં એક અલગ ડેસ્ક બનાવાઈ, તેના પર પોલીસ કર્મીઓના કોરોનાના આંકડા અપડેટ કરાય છે

નવી દિલ્હી, તા.૧૨ : દેશની રાજધાની દિલ્હીની પોલીસ કોરોના સામે ઝઝૂમી રહી છે.કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના કર્મીઓ સંક્રમિત થયા છે.
દિલ્હી પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે ૧૭૦૦ જેટલા પોલીસ કર્મીઓને કોરોના થયો છે અને હવે દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓ પણ ઓનલાઈન બેઠકો પર જ ભાર મુકી રહ્યા છે.
દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં એક અલગ ડેસ્ક બનાવાઈ છે અને તેના પર પોલીસ કર્મીઓના કોરોનાના આંકડા અપડેટ કરવામાં આવી રહ્યા છે.
દિલ્હીમાં પોલીસ અધિકારીઓને અને સરકારને ચિંતા એ વાતની છે કે, જો કોરોનાનુ સંક્રમણ આ જ રીતે ચાલુ રહેશે તો પોલીસ જવાનોની અછતની સમસ્યા ઉભી થઈ શકે છે.
દિહ્રીમાં કોરોનાના ૨૦૦૦૦ કરતા વધારે કેસ રોજ સામે આવી રહ્યા છે અને રાજ્ધાનીમાં પોઝિટિવિટી રેટ પણ વધીને ૨૫ ટકા થઈ ગયો છે.જે બાબત ચિંતાનો વિષય છે.

 

(7:45 pm IST)