Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સશસ્ત્ર સીમા બળે ચેતવણી આપી

ઉ.પ્રદેશની સરહદે મસ્જિદ-મદરેસાની સંખ્યા વધી રહી છે

૨૦૧૮માં ત્યાં મસ્જિદોની સંખ્યા ૭૩૮ હતી જે ૨૦૨૧ સુધીમાં વધીને ૧,૦૦૦ અને મદરેસાની સંખ્યા ૬૪૫ થઈ

નવી દિલ્હી, તા.૧૨ : સશસ્ત્રસીમા બળ એટલે કે, એસએસબીએ નેપાળને અડીને આવેલી ઉત્તર પ્રદેશની ૧૫ કિમી લાંબીસરહદ પર મસ્જિદ અને મદરેસાઓની સંખ્યાને લઈ ચેતવણી આપી છે. અધિકારીઓના કહેવાપ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં ત્યાં મસ્જિદોની સંખ્યા ૭૩૮ હતી જે ૨૦૨૧ સુધીમાંવધીને ૧,૦૦૦ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન મદરેસાઓની સંખ્યા પણ ૫૦૦થી વધીને ૬૪૫ થઈ ગઈ છે.  ભારત નેપાળ સાથે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમની મળીને કુલ ૧ હજાર ૭૫૧ કિમી લાંબી સરહદ શેર કરેછે. તેમાં નેપાળ સાથે ઉત્તર પ્રદેશની ૫૭૦ કિમીની સરહદ જોડાયેલી છે. આક્ષેત્રમાં ૩૦ બોર્ડર પોલીસ સ્ટેશન પણ છે.  
અહેવાલ પ્રમાણે ઉત્તરપ્રદેશના ૭ સરહદી જિલ્લાઓમાં મસ્જિદ, મદરેસાઓનું નિર્માણ વધ્યું છે. આજિલ્લાઓમાં મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બલરામપુર, બહરાઈચ, શ્રવસ્તી, પીલીભીતઅને ખીરીનો સમાવેશ થાય છે.   
SSBના અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લા ૩ વર્ષોમાં મસ્જિદો અને મદરેસાઓના નિર્માણ કાર્યમાં આશરે ૨૬ ટકાનો વધારોજોવા મળ્યો છે. આ કારણે સરહદી જિલ્લાઓમાં ડેમોગ્રાફિક ફેરફારના સંકેત મળે છે. યુપી-નેપાળ સરહદે નકલી ભારતીય મુદ્રાની તસ્કરી અને માદક પદાર્થોની તસ્કરી પણ વધી છે. નેપાળ સાથે ભારતની કોઈ પ્રત્યાર્પણ સંધિ પણ નથી.
ભારતમાટે આ એટલા માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાને નેપાળમાં સુરક્ષિત આતંકવાદી અડ્ડાઓ બનાવવાનું શરૃ કર્યું છે અને તે ઉપરાંત ચીન પણ હવે આ નાનકડાં હિમાલયી દેશમાં ખૂબ જ રૃચિ લઈ રહ્યું છે.

 

(7:58 pm IST)