Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સમગ્ર વિશ્વમાંથી 2022ના વર્ષ માટે શ્રેષ્ઠ 10 મેનેજમેન્ટટ્રેનર્સ કોચગુરુમાં ગુજરાતના ડો.શૈલેષ ઠાકરની પસંદગી

સમગ્ર વિશ્વમાંથી 553 મેનેજમેન્ટ ટ્રેનર્સ અને એજ્યુકેટર્સ અને વક્તાઓએ ભાગ લીધો : IFLD USA સન્માનની પ્રકાશિત યાદીમાં ડો. શૈલેષ ઠાકરનું નામ

અમદાવાદ :સમગ્ર વિશ્વમાંથી 2022ના વર્ષ માટે શ્રેષ્ઠ 10 મેનેજમેન્ટ ટ્રેનર્સ કોચગુરુને આમંત્રણ આપવામાં આવ્યું છે. 14 મે, 2022ના રોજ એટલાન્ટા અમેરિકા મુકામે આ કાર્યક્રમ યોજાવાનો છે. આપણા માટે કાર્યક્રમની સૌથી ગૌરવપ્રદ વાત એ છે કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ ડો.શૈલેષ ઠાકર (ભારતીય)ની પસંદગી થઈ છે. IFLD USA સન્માન માટે જે યાદી પ્રકાશિત થાય છે તેમાં ડો. શૈલેષ ઠાકરનું નામ છે. ગ્લોબલ કાઉન્સિલ IFLD ના વડા KUNG SANIMએ જણાવ્યું કે, આ યાદીમાં જાપાન,ભારત, યુકે, સિંગાપોર ,જર્મની, કેનેડા અને અમેરિકાથી પ્રતિભાઓની પસંદગી થઈ છે.

 

 

 

પાંચ વ્યક્તિની કમિટીમાં પસંદગીના વિવિધ ઉચ્ચ આધાર સ્તંભને આધારે 10 વ્યક્તિની પસદંગી કરવામાં આવે છે. આ તપાસમાં કમિટીની રજૂઆત ડિજિટલ પ્રેઝન્સ અને કોન્ટ્રીબ્યુશન તેમજ ઇનોવેટિવ થિંકીંગને ધ્યાનમાં લેવાય છે. અતિ કઠીન આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 5000 વોટ મેળવવાના હોય છે.

 

 

 

 

ડો.ઠાકરની પસંદગી થતા તેમણે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં ગુજરાત એક્સક્લુઝીવને વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગર્વ અનુભવવાની ઘટના છે. ભારતીય તરીકે હું ગર્વ અનુભવું છું. મને જ્ઞાનના ક્ષેત્રમાં યોગદાન કરવાની ત્રણ દાયકાથી પણ વધુ સમય માટે તક મળી તેની ઉજવણીનો આ ઉત્સવ છે.

  • આ પ્રતિષ્ઠિત યાદીમાં ડો. ઠાકર ઉપરાંત માર્શલ ગોલ્ડ સ્મિથ, માર્ક થોમસન, ચાર્લ્સ સેવેજ અને નિકોલા એમ.હીમેન તેમજ લીઝ વાઇસમેન જેવા ટોચના મેનેજમેન્ટ પ્રશિક્ષકોનો સમાવેશ થયો છે. સમગ્ર વિશ્વમાંથી 553 મેનેજમેન્ટ ટ્રેનર્સ અને એજ્યુકેટર્સ અને વક્તાઓએ ભાગ લીધો હતો. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું અંતર ઓછું કરવાનો સંસ્થાનો મુખ્ય ઉદેશ છે. આ સાથે જ ડો. શૈલેષ ઠાકરનું નામ ટોપ-10 મેન્ટર્સ ઓફ ધ ગ્લોબ-2022ની યાદીમાં ઉમેરાયું છે એ અનોખી સિદ્ધિ બદલ તેમને દેશ-દુનિયામાંથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

    ડો.ઠાકરની પસંદગી થવી અને સન્માન અર્પિત થાય એ નિશ્ચિત જ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગર્વ અનુભવવાની બાબત છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન યુકે દ્વારા શૈલેષ ઠાકરને યોગદાન અને ગતિશીલતા રાખવા માટે બિરદવામાં આવ્યા છે. ટોકિયોથી ટોરન્ટો સુધી 62 દેશોમાં તેઓ મેન્ટર્સ તરીકે પોતાનો ચાહક વર્ગ ધરાવે છે. વિશ્વ કોરોના વાઇરસના ભરડામાં હતું એ સમયે તેમણે કોરોના VS માનવતાનું અત્યંત લાગણીસભર પુસ્તક સમાજને અર્પણ કર્યું છે, એટલું જ નહીં આ પુસ્તક થકી થયેલી તમામ આવક નિ:સંતાન થયા હોય તેવા લોકો ઉપરાંત મેડિકલ અને શિક્ષણક્ષેત્ર સહાયરૂપ થઈ શકાય એ માટે અર્પણ કરી ફક્ત શબ્દોથી જ નહીં કર્તવ્યથી પણ તેમનું યોગદાન આપી સમાજને પ્રેરતી અનોખી મિશાલ રજૂ કરી છે. તેઓ ટ્રેનર્સની મદદથી કારકિર્દી અને શિક્ષણને આકાર આપવા ગરીબ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. 34 વર્ષોના અમૂલ્ય યોગદાનમાં તેઓ 110 પુસ્તકોનું પણ સર્જન કરી ચૂક્યા છે.

    ક્રાઈસિસ, ઓર્ગેનાઇઝેશન, પબ્લિક, ટાઈમ જેવા વિષયો સહિત હોલિસ્ટિક મેજમેન્ટમાં નિષ્ણાંત મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકર પ્રાઈડ ઓફ ઈન્ડિયા અને પ્રાઈડ ઓફ ગુજરાતથી પણ સન્માનિત છે

(8:33 pm IST)