Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

દિલ્હીમાં 1700 જેટલા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત

પોલીસ હેડક્વાર્ટરમાં એક અલગ ડેસ્ક બનાવાઈ: ટોચના અધિકારીઓ પણ ઓનલાઈન બેઠકો પર જ ભાર મુકી રહ્યા છે.

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીની પોલીસ કોરોના સામે ઝઝૂમી રહી છે.કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના કર્મીઓ સંક્રમિત થયા છે.

 

દિલ્હી પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે 1700 જેટલા પોલીસ કર્મીઓને કોરોના થયો છે અને હવે દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓ પણ ઓનલાઈન બેઠકો પર જ ભાર મુકી રહ્યા છે.

દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં એક અલગ ડેસ્ક બનાવાઈ છે અને તેના પર પોલીસ કર્મીઓના કોરોનાના આંકડા અપડેટ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં પોલીસ અધિકારીઓને અને સરકારને ચિંતા એ વાતની છે કે, જો કોરોનાનુ સંક્રમણ આ જ રીતે ચાલુ રહેશે તો પોલીસ જવાનોની અછતની સમસ્યા ઉભી થઈ શકે છે.

 

દિહ્લીમાં કોરોનાના 20000 કરતા વધારે કેસ રોજ સામે આવી રહ્યા છે અને રાજ્ધાનીમાં પોઝિટિવિટી રેટ પણ વધીને 25 ટકા થઈ ગયો છે.જે બાબત ચિંતાનો વિષય છે.

(8:36 pm IST)