Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

વરિષ્ઠ રોકેટ વૈજ્ઞાનિક એસ સોમનાથની ISROના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક

સોમનાથની ગણતરી ભારતના સૌથી શક્તિશાળી સ્પેસ રોકેટ GSLV Mk-3 લોન્ચરના વિકાસ કાર્યનું નેતૃત્વ કરનારા વૈજ્ઞાનિકોમાં થાય છે

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે વરિષ્ઠ રોકેટ વૈજ્ઞાનિક એસ સોમનાથની ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. સોમનાથની ગણતરી ભારતના સૌથી શક્તિશાળી સ્પેસ રોકેટ GSLV Mk-3 લોન્ચરના વિકાસ કાર્યનું નેતૃત્વ કરનારા વૈજ્ઞાનિકોમાં થાય છે. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ (PSLV) ના વિકાસમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

કેન્દ્ર સરકારે સોમનાથને અવકાશ વિભાગના સચિવ અને સ્પેસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. આ પહેલા, તેઓ 22 જાન્યુઆરી 2018 થી અત્યાર સુધી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ના ડિરેક્ટર પદ પર હતા. હવે તેઓ ઈસરોમાં કે સિવાનનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ આ સપ્તાહે શુક્રવારે પૂરો થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકારે સોમનાથને અવકાશ વિભાગના સચિવ અને સ્પેસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. આ પહેલા તેઓ 22 જાન્યુઆરી 2018 થી અત્યાર સુધી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ના ડિરેક્ટર પદ પર હતા. હવે તેઓ ઈસરોમાં કે સિવાનનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ આ સપ્તાહે શુક્રવારે પૂરો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે એસ સોમનાથમાં પણ હાઇ-પ્રેશર સેમી ક્રાયોજેનિક એન્જિનના વિકાસના કામનો ભાગ રહ્યો છે. ચંદ્રયાન-2 લેન્ડરના એન્જિનને વિકસાવવા અને GSAT-9માં ફીટ કરવામાં આવેલી ઈલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમની ફ્લાઇટને સફળ બનાવવામાં પણ તેમની સિદ્ધિઓ સામેલ છે. સોમનાથ લૉન્ચ વાહનો માટે ડિઝાઇન સિસ્ટમમાં નિષ્ણાત છે. તેમણે પીએસએલવીની એકીકરણ ડિઝાઇન તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જે ઉપગ્રહ પ્રક્ષેપણ માટે વિશ્વભરમાં પસંદ કરવામાં આવે છે.

(10:16 pm IST)