Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કવ્વાલ અહેસાન ભારતી ઘુંઘરુ વાળેનું દિલ્હીમાં નિધન

ગળામાંથી 84 ઘૂંઘરૂના અવાજો બનાવવા માટે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું

નવી દિલ્હી :પ્રખ્યાત કવ્વાલ અહેસાન ભારતી ઘુંઘર વાળેનું દિલ્હીમાં નિધન થયું છે. તે મુઝફ્ફરનગરનો રહેવાસી હતા. તેમના પરિવારે જણાવ્યું કે તે તમામ ધર્મોનું સન્માન કરતા હતા.પોતાના ગળાથી ઘુંઘરૂના અવાજ કાઢીને દુનિયાને ચોંકાવી દેનાર કવ્વાલ અહેસાન ભારતીનું બીમારીના કારણે દિલ્હીમાં નિધન થયું છે. પરિવાર અને ચાહકોને તેમના મૃત્યુના સમાચાર મળતા જ તેમનામાં શોકની લહેર દોડી ગઈ હતી. તેમણે જિલ્લાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ અપાવી હતી.

મુઝફ્ફરનગર જિલ્લાના શહેરમાં રહેતા અહેસાનના પરિવારના નઝીર અલી કાદરીએ જણાવ્યું કે લાંબા સમયથી તેનો પરિવાર પહેલા મેરઠ અને પછી દિલ્હીમાં રહેતા હતા. બુધવારે તેમના મૃત્યુના સમાચાર નગરમાં આવ્યા હતા અહીંથી પરિવાર અને પરિચિતો દિલ્હી જવા રવાના થયા. તેઓ કવ્વાલ અહેસાન ભારતી ઘુંઘરૂ વાલે તરીકે જાણીતા હતા. આટલું જ નહીં, ગળામાંથી 84 ઘૂંઘરૂના અવાજો બનાવવા માટે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. નગરના આ પ્રખ્યાત કવ્વાલના નિધનથી ઘેરા શોકમાં ગરકાવ છે. ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ.ઇંદિરા ગાંધી, સ્વ.અટલ બિહારી વાજપેયી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

હાલમાં જ એક વાતચીતમાં એહસાને પોતાના કલા વિશે જણાવ્યું હતું કે બાળપણમાં જ્યારે તે મેરઠ સ્થિત એક મકાનમાં રહેતો હતો ત્યારે તેના ઘરે એક ફકીર આવ્યો હતો. ફકીરે પૂછ્યું કે તારે નામ રોશન કરવું છે, જવાબમાં હા કહીને ગળાથી ઘુંઘરૂ વગાડવાનું કૌશલ્ય આપ્યું. રિયાઝના પાંચ વર્ષ પછી તેઓ આ કળાને નિખારવામાં સફળ થયા. દેશ ઉપરાંત બહેરીન, દુબઈ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન વગેરે દેશોમાં કવ્વાલીના ગળામાંથી ઘુંગરૂનો અવાજ સંભળાવીને લોકોને ખુશ કરી દીધા હતા

(11:31 pm IST)