Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ઈંગ્લેન્ડ કરતા મોટા ગ્લેશિયર્સ તૂટી શકે અને સમુદ્રમાં વહેવા લાગી શકે :તો દુનિયા માટે મોટો ખતરો બનશે

જહાજોની વધુ અવરજવર એન્ટાર્કટિકાના પ્રાચીન સમુદ્રી ઇકોસિસ્ટમ બદલાઈ શકે : એન્ટાર્કટિકા પર થયેલા નવા સંશોધનમાં ખુલાસો

નવી દિલ્હી: એન્ટાર્કટિકા પર થયેલા નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે અહીં વધતા જહાજના ટ્રાફિકને કારણે ઇકોસિસ્ટમ બદલાઈ શકે છે અને ઈંગ્લેન્ડ કરતા મોટા ગ્લેશિયર્સ તૂટી શકે છે અને સમુદ્રમાં વહેવા લાગી શકે છે. જો આમ થશે તો તે દુનિયા માટે મોટો ખતરો બની શકે છે.

 વેબસાઈટ WION ના રિપોર્ટ અનુસાર, એક નવા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે શિપ ટ્રાફિક એન્ટાર્કટિકાના પ્રાચીન દરિયાઈ ઈકોસિસ્ટમ માટે ખતરો છે. આ રિસર્ચ 'પ્રોસીડીંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સ ઓફ ધ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા' (PNAS)માં પ્રકાશિત થયું છે.

જહાજની આ મૂવમેંટ માછલી પકડવા, પર્યટન, સંશોધન અને પુરવઠાને લગતા કારણોસર થઈ રહી છે, જેના કારણે એન્ટાર્કટિક ખંડ પર માનવનો પ્રભાવ પડી રહ્યો છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રમુખ શોધકર્તા અર્લી મૈકાર્થીએ કહ્યું કે જો આવું જ ચાલતું રહેશે તો અહીંના અદ્ભુત પ્રાણીઓને અન્ય જગ્યાએ પોતાનું ઠેકાણું બનાવવું પડશે જે ખૂબ ખૂબ જ મુશ્કેલ કામ છે.

(12:23 am IST)