Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મ્યુટેશનને કારણે ઝડપથી ફેલાય છે સંક્રમણ

કોરોનાના 'સુપર સ્પ્રેડર' બની રહ્યા છે યુવાનો ૧૮ થી ૪૫ વર્ષ માટે રસીકરણ જરૂરી : નિષ્ણાતો

એકસપર્ટનું કહેવુ છે કે હવે સમય આવી ગયો છે કે કોઇ પણ ઉંમરના લોકોમાં રસીકરણ શરૂ કરવામાં આવે : નવા દર્દીઓમાં કુલ દર્દીમાંથી ૬૫ ટકાની ઉંમર ૪૫ વર્ષથી નીચેની છે : કોઈ પણ ઉંમરના લોકોમાં રસીકરણ શરુ કરવામાં આવે : નવા દર્દીઓમાં કુલ દર્દીમાંથી ૬૫ ટકાની ઉંમર ૪૫ વર્ષથી નીચેની છે

નવી દિલ્હી,તા.૧૨: દિલ્હીમાં કોરોનાના મામલા વધી રહ્યા છે પરંતુ કોરોનાની ચાલ અને સ્પીડ અલગ છે. આ વખતે યુવાઓ અને ઓછી ઉંમરના લોકોમાં સંક્રમણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ કહેવું છે કે દિલ્હીમાં આ દિવસોમાં આવી રહેલા કોરોનાના નવા દર્દીઓમાં કુલ દર્દીમાંથી ૬૫ ટકાની ઉંમર ૪૫ વર્ષથી નીચેની છે. એકસપર્ટનું કહેવું છે કે આ વખતે ઓછી ઉંમરના લોકોમાં આ સંક્રમણ વધારે થઈ રહ્યું છે. એટલા માટે હવે સમય આવી ગયો છે કે કોઈ પણ ઉંમરના લોકોમાં રસીકરણ શરુ કરવામાં આવે.

કોવિડ એકસપર્ટ ડોકટર અંશુમાન કુમારે જણાવ્યુ કે હાલમાં સંક્રમણમાં તેજી સૌથી મોટું કારણ વાયરસમાં મ્યુટેશન છે. હાલ દિલ્હીમાં ડબલ મ્યૂટેશન, સાઉથ આફ્રીકન મ્યૂટેશન અને યુકે મ્યૂટેશન ફેલાયેલો છે. અત્યાર સુધીના અભ્યાસમાં આ સાબિત થઈ રહ્યુ છે પહેલા વાળા વાયરસની સરખામણીએ આ મ્યૂટેડ વાયરસ વધારે તેજીથી ફેલાઈ રહ્યો છે. જો કે આમાં પહેલાની જેમ કેજયુઅલ્ટી નથી.

ડોકટરએ કહ્યું કે ૧૮થી  ૪૫  વર્ષની વચ્ચેના યુવાઓમાં તથા સૌથી વધારે એકિટવ હોય છે બીજુ આ લોકો કામ કરે છે. ઓફિસ જઈ રહ્યા છે. શોપિંગથી લઈને રેસ્ટોરન્ટ અને મૂવીથી લઈને પાર્ટીઓ કરી રહ્યા છે. અત્યાર સુધી તેમને લાગતુ હતુ કે કોરોના તેમના માટે નથી કેમ કે ૮૦ ટકા વુદ્ઘો તથા બિમાર લોકો તેની ઝપેટમાં આવતા હતા. એટલા માટે ડર વગર લોકો ફરી રહ્યા છે. પરંતુ આ વખતે એવું નથી આ વખતે નાની ઉંમરના લોકોને વધારે રિસ્ક છે. પોતાની બેદરકારીના કારણે તે સુપરસ્પ્રેડર બન્યા છે. ખાસ કરીને યુવાઓમાં આ સમસ્યા આવી રહી છે.

ડોકટર અંશુમાનનું કહેવું છે કે અત્યારે જે સ્થિતિ છે તે અનુસાર તો રસીકરણ અત્યાર માટે શરુ કરી દેવું જોઈએ એટલે કે ૧૮દ્મક ૪૫ વર્ષના લોકો માટે આ રસીકરણ થવું જોઈએ. દિલ્હી મેડિકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોકટર અરુણ ગુપ્તાનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકારે તમામ માટે રસીકરણ શરુ કરી દેવું જોઈએ. ડોકટરે કહ્યું કે ૧૩૫ કરોડની વસ્તીમાં ૮ ટકા રસીકરણ થયું છે. જો આ રફ્તારથી રસીકરણ થયું તો અત્યાર સુધીમાં આપણે હર્ડ ઈમ્યુનિટીના સ્તર પર પહોંચી શકયા હોત.

(9:50 am IST)