Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સુપ્રિમ કોર્ટના ૫૦ ટકાથી વધુ કર્મચારીઓને કોરોના

આજથી જજો વિડીયો કોન્‍ફરન્‍સીંગથી કરશે સુનાવણી

નવી દિલ્‍હી, તા. ૧૨ :. દેશમાં બેકાબુ બનેલી કોરોનાની બીજી લહેરનો કહેર જારી છે. જ્‍યાં એક તરફ દેશમાં કોરોનાના નવા કેસને લઈને રોજેરોજ રેકોર્ડ તુટી રહ્યા છે તો હવે કોરોનાનો પ્રકોપ દેશની સર્વોચ્‍ચ અદાલતમાં પણ જોવા મળ્‍યો છે. સુપ્રિમ કોર્ટના ૫૦ ટકાથી વધુ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તે પછી એવો નિર્ણય લેવાયો છે કે આજથી સુપ્રીમ કોર્ટના તમામ જજ પોતાના નિવાસથી વિડીયો કોન્‍ફરન્‍સીંગ થકી સુનાવણી કરશે. તો સુપ્રીમ કોર્ટને સેનેટાઈઝ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના કર્મચારીઓને કોરોના થયાનુ બહાર આવ્‍યા બાદ કોર્ટ રૂમ સહિત સમગ્ર અદાલત સંકુલને સેનેટાઈઝ કરવામાં આવી હતી. જેને કારણે આજે પણ તમામ બેન્‍ચ એક કલાક મોડેથી બેસશે.

દેશની સર્વોચ્‍ચ અદાલતમાં કોરોનાના કેસ આવતા ખળભળાટ મચી ગયો છે.

(11:14 am IST)