Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

નાગરિકોને શાંતિપૂર્ણ આંદોલન કરવાનો છે અધિકાર : મદ્રાસ હાઇકોર્ટ

સીએએ-એનઆરસી વિરૂધ્ધ પ્રદર્શન પર નોંધાવેલ એફઆઇઆર કરી રદ

ચેન્નઇ,તા. ૧૨: મદ્રાસ હાઇકોર્ટે નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (એનઆરસી)નો શાંતિપૂર્ણ વિરોધ કરવાના કેસમાં નોંધાયેલ એફઆઇઆર શનિવારે રદ કરી હતી.

જસ્ટિસ હેમલથાએ અરજદારની એફઆઇઆર રદ કરવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરતા કહ્યુ કે ભારતનું બંધારણ સામાન્ય માણસને શાંતિપૂર્ણ વિરોધ કરવા અને બોલવાનો અધિકાર આપે છે. કોર્ટે અરજદાર જફર સૈથુલ અને તેના સાથીદારો વિરૂધ્ધ નોંધાયેલ એફઆઇઆરને રદ કરવાનો હુકમ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જફર સૈથુલ  અને તેના સાથીદારો સામે વિરોધ પ્રદર્શન અંગે કન્યાકુમારીના બુથાપંડી પોલીસ સ્ટેશનમાં માર્ચ ૨૦૨૦માં એફઆઇઆર નોંધાઇ હતી.

(11:51 am IST)