Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

અમેરિકાના ફલોરિડા, લુસીયાના અને મિસિસિપીમાં તોફાન-વરસાદ : એકનું મોત

ન્યુયોર્ક, તા. ૧ર :  અમેરિકાના દક્ષીણી રાજયોમાં ભીષણ તોફાન આવવાથી લુસીયાનામાં એક વ્યકિતનું મોત થયેલ જયારે મિસિસિપલમાં વીજળીનો તાર તૂટીને વૃક્ષ ઉપર પડેલ ફલોરીડામાં ભારે તબાહી મચેલ. સેટ લેનડ્રી પરીશના પ્રમુખ જે.સી. બેલાર્ડે લુસીયાનાના પાલ્મેટોામાં સવારે આવેલ તોફાનથી એક વ્યકિતના મોતની પુષ્ટી થયેલ. ર૭ વર્ષીય જોસ અટોનીયા તોફાનની લપેટમાં આવતા મોત થયેલ.

બેલાર્ડે વધુમાં જણાવેલ કે સાત ઘાયલ લોકોને હોસ્પીટલમાં દાખલ કરેલ. ફલોરીડાના પનામા સીટી બીચ ઉપર તોફાનના પ્રકોપથી એક ઘર અને એક સુવિધા કેન્દ્ર તૂટી ગયેલ. અધિકારીઓએ ફેસબુક ઉપર માહિતી આપેલ. જેમાં કોઇ હતાહતની ખબર નથી. બે કાઉન્ટીમાં આવતા આ શહેરમાં ર૦૧૮માં તોફાન મિખાઇલે ખુબ જ પ્રભાવિત કરેલ.

કેટલીક સમાચાર સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલ તસ્વીરોમાં અલબામાના ઓરેન્જ બીચમાં કારોના કાચ પણ તૂટેલા હતા. તોફાનની સાથે લુસીયાના અને મિસિસિપીમાં વરસાદ પણ પડેલ. લુસીયાનામાં બચાવ અને તપાસ અભિયાન ચાલુ હોવાનું બેર્લાડે જણાવેલ. હવામાન ખાતાએ આ તોફાનને ઇ.એફ.૩ શ્રેણી જાહેર કરી છે. તોફાન સાથે ર૦૯ થી રરપ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયેલ કેટલીક જગ્યાએ પુરની ચેતવણી અપાયેલ.

(3:14 pm IST)