Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કુંભનું મહાઆયોજન સુપરસ્પ્રેડરમાં બદલી શકે છે

હરિદ્વાર કુંભમાં વધી રહેલી ભીડએ સ્વાસ્થ્ય વિશેષકોની ચિંતામાં કર્યો વધારો

હરિદ્વાર તા. ૧૨ : કોરોના સંકટ વચ્ચે હરિદ્વારમાં કુંભમાં લોકોની ભીડ વધી રહી છે. પોલીસ વહીવટથી લઈને શાહી સ્નાન સુધી અખાડાએ તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરંતુ શાહી સ્નાન પહેલાં તેની પગદંડી પર પર ભીડ એકઠી થઈ ગઈ હતી. હરિદ્વાર. કુંભ મેળામાં લાખો શ્રદ્ઘાળુ દેશ-વિદેશથી આવી રહ્યા છે. આ ભીડને નિયંત્રિત કરવા માટે હજારોની સંખ્યામાં સુરક્ષાકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. સોમવારે શાહી સ્નાન (કરવા માટે ગંગા ઘાટ પર ભકતોની ભારે ભીડ ઉમડી પડી છે. સવારથી જ હરિદ્વારમાં હર કી પૌડી પર લોકો ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવા માટે આવી રહ્યા છે. કોરોના ગાઇડલાઇન્સનું જાહેરમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે.

કુંભ મેળાના આઇજી સંજય ગુંજયાલે કહ્યું કે, સામાન્ય જનતાને ગંગામાં સ્નાન કરવા માટે સવારે ૭ વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ આ ક્ષેત્ર અખાડાઓ માટે આરક્ષિત રહેશે. તેઓએ કહ્યું કે આજ સવારથી જ લોકો હર કી પૌડી પર ગંગા નદીમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે.

સંજય ગુંજયાલે જણાવ્યું કે, અમે ઘાટો પર સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરીશું તો ભાગદોડ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ જ કારણથી ઘાટ પર ભીડ એકત્ર થઈ તો અમે અહીં સામાજિક અંતરના નિયમને લાગુ કરવામાં અસમર્થ છીએ. અમે લોકોને સતત કોવિડના યોગ્ય વ્યવહારનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છીએ.

ભારે ભીડના કારણે શ્રદ્ઘાળુઓ પાસેથી દંડ વસુલવો વ્યવહારિક રીતે શકય નથી. ઘાટો પર સામાજિક અંતરને સુનિશ્યિત કરવું મુશ્કેલ છે. તેઓએ કહ્યું કે સામાન્ય જનતા અને અખાડાઓને કોવિડના નિયમોનું પાલન કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.

(3:22 pm IST)