Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોરોનાની બીજી લહેર છતાં વૈષ્ણોદેવીમાં ભીડ એકઠી કરવાના પ્રયાસો

પ્રસાદ અને દર્શનમાં ડીસ્ટન્સ જાળવવાથી આવી જાય પૂર્ણવિરામ ?

જમ્મુ,તા. ૧૨: દેશમાં ઝડપથી વધી રહેલ કોરોનાની બીજી લહેરના જોખમ છતા વૈષ્ણોદેવી તીર્થસ્થાન પર કાલથી ચાલુ થઇ રહેલ ચૈત્રી નવરાત્રીમાં ભીડ એકઠી કરવાના પ્રયાસો વધી ગયા છે. ફરી એક વાર પ્રસાદ લાવવા અને લઇ જવા પર પ્રતિબંધની સાથે જ દર્શન માટેના ડીસ્ટન્સને વધારી દેવાયુ છે.

જો કે વ્યવસ્થા સંભાળતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડનુ કહેવુ છે કે યાત્રા દરમ્યાન મહામારી અંગે બહાર પડાયેલ દિશાનિર્દેશોનું શ્રધ્ધાળુઓ પાલન કરી રહ્યા છે. શ્રધ્ધાળુઓ માસ્ક પહેરવા ઉપરાંત શારીરીક અંતરનું પણ ધ્યાન રાખી રહ્યા છે. તો શ્રાઇન બોર્ડ પ્રશાસન પણ સાવધ છે. કમા રેલ્વે સ્ટેશન કત્રા હેલીપેડ, દર્શન દોઢી અને નવા તારાકોટ માર્ગના પ્રવેશદ્વાર પર શ્રધ્ધાળુના કોરોના ટેસ્ટ કરાઇ રહ્યા છે.

નવરાત્રીની તૈયારીઓ માટે ભવનના પ્રાંગણમાં આવેલ સરસ્વતી ભવનમાં શ્રાઇન બોર્ડ દ્વારા વિશાળ શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. આ મહાયજ્ઞમાં લગભગ ૩૧ પ્રકાંડ પંડીતો ૨૪ કલાક પુજા અર્ચના કરશે. મહાયજ્ઞમાં દેશભરમાંથી આવનારા શ્રધ્ધાળુઓ ભાગ લઇ શકે તેના માટે શ્રાઇન બોર્ડ દ્વારા ખાસ પ્રબંધ કરાઇ રહ્યા છે.

અધિકારીઓનું કહેવુ છે કે કોરોના મહામારીથી રક્ષણ માટે બેઝ કેમ્પ કત્રાથી ભવન સુધી શ્રાઇન બોર્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે કત્રામાં શ્રધ્ધાળુઓના ટેસ્ટીંગ માટે કત્રા રેલ્વે સ્ટેશન, હેલીપેડ, દર્શન દોઢી અને નવા તારાકોટ માર્ગના પ્રવેશદ્વાર પર ટેસ્ટીંગ સેન્ટર બનાવ્યા છે. એ ઉપરાંત વૈષ્ણોદેવી ભવનની સાથે જ બધા રસ્તાઓ પર શ્રાઇન બોર્ડ તરફથી મહત્વપૂર્ણ સ્થાનો પર ઓટો સેન્સર સેનીટાઇઝર મુકવા ઉપરાંત થર્મલ સ્ક્રેનર દ્વારા શ્રધ્ધાળુઓની તપાસ કરાય છે.

(4:08 pm IST)