Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

દિલ્હીમાં કેજરીવાલ એકશન મોડમાં: અનેક નિર્ણયો લીધા

કેજરીવાલ સરકારે ૩૦ એપ્રિલ સુધી વધુ પ્રતિબંધો લગાવ્યા

નવી દિલ્હી, તા.૧૨: ભારતમાં કોરોનાની પરિસ્થિતિ દિવસને દિવસે વધુ વણસતી દેખાઈ રહી છે. જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર બાદ દિલ્હીને લઈને સરકાર વધુ ચિંતિત થઈ રહી છે. આવામાં દિલ્હીમાં સંક્રમણ વધતાં કેજરીવાલ સરકારે ૩૦ એપ્રિલ સુધી વધુ પ્રતિબંધ લગાવ્યા છે. અરવિંદ કેજરીવાલે હાલની પરિસ્થિતિને જોતા દિલ્હીમાં નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે કેજરીવાલે કેટલાંક નિર્ણયો લીધાં છે.

     દિલ્લીમાં સામાજિક, રાજકીય, રમત, ધાર્મિક તમામ સભાઓ પર રોક

      અંતિમ સંસ્કારમાં ૨૦ લોકો અને લગ્નમાં ૫૦ લોકોને સામેલ થવાની પરવાનગી

     દિલ્લીમાં એન્ટ્રી માટે ૭૨ કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ જરૂરી

     મહારાષ્ટ્રથી નેગેટિવ રિપોર્ટ વિના ૧૪ દિવસ કવોરન્ટાઇન કરાશે

     સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ઇવેન્ટની મંજૂરી પરંતુ દર્શકો નહીં આવી શકે

     દિલ્લીમાં રોસ્ટોરન્ટ અને બારમાં ૫૦ ટકા લોકોને પરવાનગી અપાશે

     સિનેમા, મલ્ટિપ્લેકસમાં પણ ૫૦ ટકા લોકોની પરવાનગી

     મેટ્રો અને બસમાં ૫૦ ટકા લોકો યાત્રા કરી શકશે

     દિલ્લીમાં સ્કૂલ અને તમામ કોલેજ બંધ રહેશે

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં ૧.૬૮ લાખ કોરોનાના કેસ નોંધાયા છે. આવામાં કોરોનાની આ ગતિની વચ્ચે દિલ્હી-મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયોમાં હોસ્પિટલમાં બેડ્સની અછત જોવા મળી રહી છે. સૂત્રો અનુસાર દિલ્હીમાં લગભગ ૧૭ એવી હોસ્પિટલ્સ છે જયાં એક પણ કોરોનાના બેડ ખાલી નથી. રાજધાનીમાં વધતા કોરોનાના કેસની વચ્ચે આ એક મોટું સંકટ ઊભું થયું છે.

દિલ્હીમાં એક દિવસમાં કોરોનાની સંખ્યા ૧૦ હજાર પાર જવાની અસર દેખાઈ રહી છે. મોટી પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ બેડ્સની અછત છે અને એક ડઝનથી વધારે હોસ્પિટલમાં કોરોના બેડ્સની ઉપલબ્ધા શૂન્ય થઈ ગઈ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કોરોના સંકટ પર બેઠક કરી હતી. કેજરીવાલે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોના બેડ્સ વધારવાના નિર્દેશ આપ્યાં છે. કેટલીક હોસ્પિટલોને સંપૂર્ણ રીતે કોવિડ સ્પેશ્યલ બનાવવાના પણ આદેશ આપી દેવાયા છે. આ સાથે CMએ અપીલ કરી છે કે લોકો ગાઈડલાઈન્સનું પાલન કરે, બિનજરૂરી હોસ્પિટલોમાં ન દાખલ થાય અને યોગ્ય હોય તો વેકિસન લગાવી લો.

(4:10 pm IST)