Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પુણેમાં રેમડેસિવીર ઇન્‍જેકશન વધુ કિંમતમાં વેચનારી નર્સ સહિત બે જણની ધરપકડ

થાણેમાં રેમડેસિવીર ઇન્‍જેકશનનું કાળાબજાર કરનારા બે પકડાયા

મુંબઇ, તા.૧૨: મહારાષ્‍ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્‍યા સતત વધી રહી છે. ત્‍યારે પુણે અને થાણેમાં કોરોનાની સારવાર માટેના રેમડેસિવીર ઇન્‍જેકશન વધુ કિંમતમાં વેચનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

પુણેમાં એક શખ્‍સ રેમડેસિસિવર ઇન્‍જેકશન વધુ કિંમતમાં વેચવા આવવાનો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્‍ચના અધિકારીને મળી હતી. જેના આધારે બનાવટી ગ્રાહક મોકલીને પૃથ્‍વીરાજને પકડવામાં આવ્‍યો હતો. તેણે આ ઇન્‍જેકશન પ્રખ્‍યાત હોસ્‍પિટલમાં નોકરી કરતી નર્સની પાસેથી લીધા હતા. પોલીસુ કેસ નોંધી બંને સામે જરૂરી કાર્યવાહી કરી હતી. થાણેમાં ખંડણી વિરોધી શાખાને બે આરોપીને પકડીને ૨૧ રેમડેસિવીર ઇન્‍જેકશન જપ્‍ત કર્યા હતા તેઓ પ્રત્‍યેક ઇન્‍જેકશન પાંચથી દસ હજાર રૂપિયામાં વેચવાના હતા.

 

 

(5:06 pm IST)