Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મહારાષ્‍ટ્રના જલગાંવ જીલ્લામાં ગાદલા બનાવતી કંપનીના કરતૂતનો પર્દાફાશઃ રૂની જગ્‍યાએ ફેંકી દીધેલા માસ્‍કનો ઉપયોગ થતો હતો

મુંબઈ: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પોલીસે એક ગાદલા બનાવતી કંપનીની કરતૂતનો પર્દાફાશ કર્યો છે. જે પોતાના ગાદળામાં રૂની જગ્યાએ તેમાં ફેંકવામાં આવેલા મસ્કનો ઉપયોગ કરતી હતી. પોલીસે કંપનીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે જ પોલીસે કંપની પરિસરમાંથી માસ્કનો ઢગલો કબ્જે કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈથી 400 કિલોમીટર દૂર જલગાંવ સ્થિતિ MIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર મેટ્રેસ સેન્ટરમાં ગેરકાયદે કામ થઈ રહ્યું છે. અધિક પોલીસ કમિશનરે ચંદ્રકાંત ગવલીએ જણાવ્યું કે, જ્યારે અધિકારીઓ MIDCના કુસુમ્બા સ્થિત ફેક્ટરી પર દરોડો પાડ્યો, ત્યારે તેમણે જોયું કે મેટ્રેસમાં ઉપયોગમાં લેવાયેલા માસ્ક ભરવામાં આવી રહ્યાં હતા.

ફેક્ટરીના માલિક અમજદ અહમદ મન્સૂરી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે પોલીસ આ ધંધામાં સામેલ અન્ય લોકોની શોધખોળ કરી રહી છે. હાલ પોલીસે નિયમો મુજબ કમ્પાઉન્ડમાં ફેલાયેલા નકામા માસ્કને આગને હવાલે કરી દીધા છે.

જણાવી દઈએ કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.69 લાખ જેટલા કેસ સામે આવ્યા છે. જ્યારે વધુ 904 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 1,70,179 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 12,01,009 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ 1,21,56,529 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(5:27 pm IST)